શોધખોળ કરો

Valsad: ખાખીને સલામ! રાજ્યની આ જિલ્લા પોલીસે માત્ર 10 મહિનામાં ગુમ થયેલા 400 લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

Valsad: ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ-અલગ ટીમો બનાવી વિવિધ રાજ્યોમાં નવેસરથી સઘન શોઘખોળ અભિયાન ચલાવવામાં આવ્યું.

Valsad: તાજેતરમાં વલસાડ પોલીસની એક ઉત્તમ કામગીરીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેને વાંચ્યા બાદ તમે પણ ખાખીને સલામ કરશો. હકિકતમાં વાત એવી છે કે,  છેલ્લા ૧૬ વર્ષથી લાપતા બાળકો સહિત પુખ્ત વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે ‘મિલાપ’ કરાવવા માટે વલસાડ પોલીસ દ્વારા ખુબ જ સંવેદનાસભર એક ખાસ ‘મિશન’ શરૂ કરવામાં આવ્યુ હતું. આ ખાસ અભિયાન ‘MILAAP- Mission For Identifying & Locating Absent Adolescents & Persons’ અંતર્ગત વલસાડ પોલીસ દ્વારા ૧૦ મહિનામાં ૪૦૦ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવી આ તમામ ઘરોમાં સ્મિતને પુન:જીવીત કર્યુ છે. 

ગુમ કે અપહરણ થયેલા વલસાડ જિલ્લાના વ્યક્તિઓ પૈકી મળી આવેલા ૪૦૦ વ્યક્તિઓમાં ૭૬ સગીરા અને ૩૬ સગીર બાળકો મળી ૧૮ વર્ષથી નાના ૧૧૨ બાળકોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસે લાપતા કે અપહ્યુત વ્યક્તિઓને સ્વજન સુધી મેળાપ કરાવી દેવા માટે શરૂ કરેલા આ સરાહનિય અભિયાનની પ્રશંસા કરી સમગ્ર અભિયાનમાં સંવેદના સાથે કામ કરનાર વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.  

આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી-૨૦૨૪થી શરૂ કરવામાં આવેલા આ મિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા એમ.ઓ.બી શાખા દ્વારા ૧૬ વર્ષથી ગુમ કે અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ જે તે સમયની તમામ જુની ફાઇલો ઓપન કરી સંલગ્ન પોલીસ મથકના અમલદારો સાથે કેસની ચર્ચા કરીને શોધખોળ માટે સંવેદના સાથે કામગીરી શરુ કરી. બીજી તરફ લાપતા લોકોના પરિવારના સભ્યોનો સંપર્ક કરી ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી. 

ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ થનાર બાળકો તથા વ્યકિતઓ ગુજરાત રાજ્ય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ તમામ કિસ્સાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જે-તે રાજ્યમાં સરપંચો, ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સઘન અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

આ અભિયાનમાં જાન્યુઆરીથી ઓકટોબર-૨૦૨૪ દરમિયાન ૧૦ માસના ટુંકા સમયગાળામાં ગુમ/ અપહરણ થયેલા કુલ-૧૧૨ બાળક/બાળકીઓ તથા ૧૮૨ મહિલા-૧૦૬ પુરૂષ એમ કુલ-૨૮૮ પુખ્ત વ્યક્તિઓ મળીને કુલ-૪૦૦ લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો....

Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ પણ કરી શકશે અરજી
Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ પણ કરી શકશે અરજી
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Embed widget