વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે સામે આવ્યો નવો વળાંક
આમ તો ગુજરાતમા દારૂબંધી છે જો કે આમ હોવા છતા દારૂનો વેપલો નિરંતર ચાલું છે. થોડા સમય માટે પ્રશાસન ડ્રાઈવ ચલાવીને સંતોષ માની લે છે. હવે આ અંગે ધારાસભ્ય ગેની બેન ઠાકોરે જનતા રેડ કરીને સમગ્ર કાંડનો પર્દાફાસ કર્યો છે.
બનાસકાંઠા: આમ તો ગુજરાતમા દારૂબંધી છે જો કે આમ હોવા છતા દારૂનો વેપલો નિરંતર ચાલું છે. થોડા સમય માટે પ્રશાસન ડ્રાઈવ ચલાવીને સંતોષ માની લે છે. હવે આ અંગે કોંગ્રસેના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે જનતા રેડ કરીને સમગ્ર કાંડનો પર્દાફાસ કર્યો હતો. તેમણે ધુળેટીની વહેલી સવારે સમર્થકો સાથે મળી દારૂ ભરેલ ગાડી ઝડપી હતી અને સ્થળ પર તેમનો નાશ કર્યો હતો. જો કે તેમણે બે દિવસ અગાઉ વિધાનસભામાં પણ દારૂબંધી મામલે કરી રજૂઆત હતી. તેમણે વિનુ સિંધી નામના બુટલેગરની વિધાનસભામાં રજૂઆત. કરી હતી. ગેનીબેન ઠાકોરે રાત્રે 3 વાગે ભાભરથી કોતરવાડાની કેનાલ ઉપરથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. ત્યાર બાદ બનાસકાંઠા પોલીસ ઉપર સવાલો ઉઠ્યા હતા.
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. આ જનતા રેડમાં દારૂ પકડવા ગયેલ બે ઇસમો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેની માહિતી સામે આવ્યા બાદ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય શિવા ભુરીયા, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોલીસે પ્રધાનજી ઠાકોર અને બલાજી ઠાકોર નામના યુવાન કોંગ્રેસના સમર્થક હોવાથી પોલીસ તેને ખોટા કેસમાં ફસાવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ બન્ને યુવકોને લૂંટ અને આરોપીને માર મારવાના બનાવના પગલે દીયોદર પોલીસે ફરિયાદ નોંધી હતી.
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડનો મામલો.
તો તપાસ કરી રહેલી પોલીસ પણ કેટલાક સવાનો જવાબ શોધી રહી છે. જેમા ભાભર હાઇવે ઉપરથી પકડાયેલ પીકપ દિયોદરની કોતરવાડા કેનાલ પર કેવી રીતે પહોંચ્યું તે સવાલ છે. આ ગાડીના ડ્રાઈવરને અજાણ્યા ઈસમ દ્વારા બંધક બનાવી મારજુડ કરી કોતરવાડા કેંનાલ લવાયો હોવાની ચર્ચા છે. તો બીજી તરફ આ મામલે વધુ તુલ પકડતા જિલ્લા કક્ષાએથી પોલીસને જાણ કરાતાં તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસ પહોંચ્યા છે અને મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર વિવાદ મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે બુટલેગરો સામે લડીશું, બુટલેગરો સામે ઝુકીશું નહિ. આ ઉપરાંત વાવના ધારાસભ્યએ બનાસકાંઠા પોલીસ અને એસપી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેન ઠાકોરે જનતા રેડ મામલો વિધાનસભામાં ઉઠાવવાની પણ વાત કરી છે. તેમની સાથે સાથે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જનતા રેડ મામલે તટસ્થ તાપસ નહીં થાય તો આંદોલન કરાશે.