શોધખોળ કરો

Love marriage: લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો, જાણો કોણે શું કરી માંગ

Love marriage: લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો હતો. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કાયદામંત્રી સમક્ષ આ માંગણી કરી હતી.

Love marriage: લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો હતો. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કાયદામંત્રી સમક્ષ આ માંગણી કરી હતી. કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ કરવામાં આવી હતી. જ્યાં જન્મ થયો હોય ત્યાં જ લગ્નની નોંધણી કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

 તો બીજી તરફ આ મમાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આજે ધારાસભ્યોએ માંગ કરી કે લગ્નની નાંધણી ગામમાં થવી જોઇંએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઇંએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઇએ.  જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીએ પસ્તાવાનો વારો આવે છે. કોઇ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.

ગુજરાતના આ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું,માર્ચમાં 27 કેસ નોંધાયા

કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરામાં ગઈકાલે વડોદરા શહેરમાં કોવિડના 5 કેસ પોઝિટિવ નોંધાતા આ મહિને કોવિડ પોઝિટિવની સંખ્યા વધીને 27 પર પહોંચી છે. જોકે ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ પોઝિટિવના કેસ નોંધાઇ રહ્યા છે. આ અંગે કોર્પોરેશન આરોગ્ય વિભાગના મુખ્ય અમલદારનું કહેવું છે કે, આ વખતનો કોરોના વાયરસ પહેલા જેટલો ઘાતક દેખાઈ રહ્યો નથી. N1H1 વાયરસ તેના રૂપ બદલી રહ્યો છે. જોકે તેના લક્ષણો એક સરખા જ જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવના લક્ષણો સામે આવી રહ્યા છે.

પહેલા રોજના 250 થી 300 ટેસ્ટિંગમાં માંડ 1 કે 2 પોઝિટિવ આવતા હતા તે હવે 2 થી 3 કેસ નોંધાઇ રહ્યા છે. 34 અર્બન હેલ્થ સેન્ટર, સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ કોવિડ ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરાઈ છે. માર્ચ માસમાં નોંધાયેલા 27 પોઝિટિવ કેસના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 4000 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની અલાયદી વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. 

સયાજી હોસ્પિટલમાં 30 હજાર લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા છે તો ગોત્રી હોસ્પિટલમાં 20 હજાર લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકો પોતે સાવધાની રાખે ભીડભાળથી બચે, માસ્ક પહેરે અને હાથ સેનીટાઈઝ કરે તે જરૂરી બન્યું છે. જોકે ખાનગી લેબોરેટરીમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે લોકો પહોંચી રહ્યા છે. શહેરની 9 ખાનગી લેબની વાત કરીએ તો ત્યાં રોજના 5 થી  7 કોવિડ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. 400 રૂપિયામાં ખાનગી લેબમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો કોર્પોરેશનના 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 સરકારી હોસ્પિટલમાં મફતમાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

આ મામલે લેબ સંચાલકો કહી રહ્યા છે કે, કોવિડની ત્રીજી લહેરમાં કામગીરી કર્યા બાદ હવે જો કોવિડના આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રખાય છે. કુલ મળીને વાત કરીએ તો કોર્પોરેશન તંત્ર અને ખાનગી લેબ, ખાનગી હોસ્પિટલમાં કોવિડના કેસ વધે તો તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકો જાગૃત રહી બીમારીના લક્ષણ દેખાતાં જ કોવિડ ટેસ્ટ કરાવી સારવાર મેળવે તો કોવિડ વધવાની શક્યતા પર નિયંત્રણ લાવી શકાય. જોકે આ સાથે વડોદરામાં H3N2 વાયરસ પણ પ્રવેશી ચુક્યો છે જેમાં 4 દિવસ પહેલા 65 વર્ષીય મહિલા નું H3N2 પોઝિટિવ ને કારણે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget