શોધખોળ કરો

ભયંકર ગરમીની હવામાન વિભાગની આગાહી, રાજ્યાના 13 જિલ્લામાં ઓરેંજ એલર્ટ, તો 10 જિલ્લામાં યલો એલર્ટ

દેશના મોટાભાગના રાજ્યોમાં હિટવેવનું (Heatwave) ટોર્ચર યથાવત છે. ગુજરાતમાં પણ હિટવેવને લઇને હવામાન વિભાગે ચેતવણી આપી છે.

Weather Today: રાજ્યભરમાં હિટવેવનો  (Heatwave) પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ  આગામી 4થી 5 દિવસ હજુ પણ  હિટવેવથી કોઇ રાહત મળે તેવી શકયતા જોવા મળી રહી નથી. તાપમાનના સતત ઉંચે જતાં પારાના કારણે રાજ્યભરમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department forecast)કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ચાર દિવસ રાજ્યમાં  આકાશમાંથી અગનવર્ષા વરસતી રહશે.હવામાન વિભાગે હિટવેવની સ્થિતિને જોતા  આજે 13 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. , તો 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.  

આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ છે, તો છ જિલ્લામાં ગરમીના યલો એલર્ટની ચેતવણી અપાઇ છે.  પોરબંદર,રાજકોટ, સુરેન્દ્રનગર,જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ છે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી,ગીર સોમનાથ અને અમરેલીમાં ગરમીના યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

અગનગોળા વરસતા ગુજરાત આકરા તાપમાં શેકાયું છે.  ચાર શહેરોમાં ગરમીનું 45 ડિગ્રીનું ટોર્ચર યથાવત છે.  નવ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. .. હજુ પણ ચાર દિવસ તાપમાનનો પારો 44 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગે  ચેતવણી આપી છે.

45 ડિગ્રીથી વધુ તાપમાનમાં રાજ્યના ચાર શહેર શેકાયા .. સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી પાર થતા નાગરિકો પોકારી  ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે

કચ્છ-સૌરાષ્ટ્રમાં આકરા તાપનું ટોર્ચર યથાવત છે.. ભાવનગરમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 43.7 ડિગ્રી, તો ભૂજ,કેશોદ અને મહુવામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતા લોકો ગરમીથી અકળાયા છે.

મે મહિનામાં અમદાવાદમાં વરસેલી ગરમીએ  છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.  મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં  હીટવેવની સ્થિતિ  યથાવત રહેશે

ઉત્તર ગુજરાતમાં પણ આગઝરતી ગરમીનો પ્રકોપ યથાવત છે.  આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો મહેસાણામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં પણ અંગ દઝાડતી ગરમીનો માર લોકો અનુભવી રહ્યાં છે. સુરત અને વલસાડમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો તો નવસારીમાં યલો એલર્ટની ચેતવણી કરવામાં આવી છે.  હીટવેવની ચેતવણીને પગલે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. .. દર્દીઓને કઈ રીતે સારવાર આપવી તે અંગે મેડિકલ ઓફિસર,નર્સિંગ સ્ટાફ અને ઈન્ટર્ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગરમીના કારણે લૂ લાગવા સહિતના કેસમાં પણ વધારો થયો છે.

વડોદરામાં અસહ્ય ગરમીની બિમારીને લઈને મોતનો સિલસિલો યથાવત છે.  છેલ્લા 24 કલાકમાં ગરમીની બિમારીને લઈને વધુ બે વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે .તો છેલ્લા ચાર દિવસમાં 15 લોકોના મોત  નિપજ્યા છે.  સન સ્ટ્રોકના કારણે છેલ્લા ચાર દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 30 કોલ મળ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget