Weather Update:રાજ્ય પર છે હજુ માવઠાનો ખતરો, અંબાલાલે આ દિવસોમાં કરી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, ડિસેમ્બરના અંતમાં રાજ્યના આ વિસ્તારમાં આવશે વાતાવરણમાં પલટો. જાણો અંબાલાલે શું કરી આગાહી
ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. અંબાલાલના આંકલન મુજબ 27 અને 29 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટા આવી શકે છે. અંબાલાલના આંકલન મુજબ ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે, આ હલચલ લો પ્રેશર થી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અનુમાન વ્યક્ત કર્યો છે. તારીખ 8 થી 10 જાન્યુઆરી વચ્ચે પણ દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટાની સાથે ગુજરાતમાં આગામી જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધવાનો અનુમાન પણ વ્યક્ત કર્યો છે.
હિમાચલમાં આજે પણ હિમવર્ષોની આગાહી
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં કડકડતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અહીં વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને કેરળમાં વરસાદની સંભાવના છે. આ સિવાય લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને મુઝફ્ફરાબાદમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત, આજે એટલે કે રવિવારે (17 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (16 ડિસેમ્બર) દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેવાની ધારણા છે. IMDનું કહેવું છે કે 21 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે. આ સાથે દિલ્હી-એનસીઆરમાં આગામી દિવસોમાં સવારે હળવા ધુમ્મસની સંભાવના છે.
રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે. અહીં શનિવારે સરેરાશ AQI 285 નોંધાયો હતો એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં. શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI 'સારો' માનવામાં આવે છે, 51 અને 100 ની વચ્ચેનો AQI 'સંતોષકારક' છે, 101 અને 200 'મધ્યમ' છે, 201 અને 300 'નબળી' છે, 301 અને 400 'ખૂબ નબળી' છે અને 401 અને 5 વચ્ચે છે. 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.