શોધખોળ કરો
Advertisement
રાજયમાં ફરી વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો વિગતે
નલિયામાં લઘુતમ તાપમાન આજે 5.8 ડિગ્રી નીંધાયું હતું. જ્યારે ભુજ 10.9, કંડલા એ 10.1 અને કંડલાનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદ: રાજયમાં આગામી બે દિવસ ફરી ઠંડીનું જોર વધશે. 23મી જાન્યુઆરીથી કડકડતી ઠંડીના બીજા રાઊંડની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારબાદ ઠંડીમાં બે દિવસમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી 3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે બાદમાં ફરી 25 તારીખથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે.
આગાહીની વચ્ચે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયામાં લઘુતમ તાપમાન આજે 5.8 ડિગ્રી નીંધાયું હતું. જ્યારે ભુજ 10.9, કંડલા એ 10.1 અને કંડલાનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાત બાદ સમગ્ર દેશની વાત કરીએ તો રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરમાં હજુ પણ વધારે ઠંડી પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion