શોધખોળ કરો
આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડશે? જાણો આ રહી હવામાન વિભાગની આગાહી?
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ ખાબક્યો. કચ્છના અબડાસામાં સૌથી વધારે 8 ઈંચ તો મુંદ્રામાં 7.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ ખાબક્યો. કચ્છના અબડાસામાં સૌથી વધારે 8 ઈંચ તો મુંદ્રામાં 7.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
આજે સુરત, નવસારીમાં આતિભારે વરસાદની આગાહી તો આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement