શોધખોળ કરો

Weather Updates: રાજ્યમાં ફરી વધી ઠંડી, નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો

Cold Wave:  ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ભૂજમાં 12.5 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી,તો પોરબંદરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી વધુ નોંધાયો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. અરબ સાગરનો ભેજ ગુજરાત સુધી પહોંચતા સાતથી દસ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ માવઠું પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આ સાથે ગાઢ ધુમ્મસનું પણ એલર્ટ જાહેર કરાયું છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 5 થી 11 જાન્યુઆરી દરમિયાન મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો અને શીત લહેર થવાની આગાહી કરી છે. જેના કારણે લોકોને દિવસે પણ કડકડતી ઠંડીનો માર સહન કરવો પડી શકે છે.         

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, IMDના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે મધ્ય ભારતના કેટલાક ભાગો અને મેદાની વિસ્તારો, ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ઉત્તરીય વિસ્તારો, હરિયાણા અને રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. દિવસનું તાપમાન પણ સામાન્યથી નીચે રહેવાની ધારણા છે.

આ ઉપરાંત ઓછા દબાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને લક્ષદ્વીપમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. લક્ષદ્વીપ વિસ્તારમાં 40 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આ સ્થળોએ દરિયા કિનારે ન જવાની સલાહ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Embed widget