શોધખોળ કરો
Advertisement
24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો? જુઓ આ રહ્યું લિસ્ટ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં સૌરાષ્ટ્રના 9 તાલુકાઓમાં દોઢથી ચાર ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
એક બાજુ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 42 ઈંચ સાથે મોસમનો સરેરાશ 128% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં સૌરાષ્ટ્રના 9 તાલુકાઓમાં દોઢથી ચાર ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 2 વાગ્યા સુધીમાં અમરેલીના બગસરામાં 4 ઈંચ, માણાવદરમાં 3, લાઢીમાં 2, ભાવનગરના ઉમરાળામાં 2, અમદાવાદના સાણંદમાં 2, હળવદ, ધોલેરા અને ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો
આ ઉપરાંત રાજકોટના જેતપુર, અમદાવાદના વીરમગામ, બનાસકાંઠાના ધાનેરામાં 24 કલાક દરમિયાન દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. પાટણના સમી, ભાવનગરના ઘોઘા, સુરેંદ્રનગરના ધ્રાંગધ્રા, ગીર સોમનાથના વેરાવળ, સુરતના ચોર્યાસી, મહેસાણાના વીજાપુર, અને બોટાદના ગઢડામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.
આ ઉપરાંત મંગળવારે ડાંગ અને તાપી તો ગુરૂવારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જ્યારે શુક્રવારે દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement