શોધખોળ કરો

શાંતિ બિઝનેસ સ્કૂલ અને GWFM દ્વારા "એચઆર: ધ ચેન્જડ પ્રાયોરિટી ઇન પોસ્ટ કોવિડ વર્લ્ડ" વિષય પર વેબિનાર આયોજીત કરાયો

વેબિનરનો હેતુ કોવિડ ટાઇમ્સ દરમિયાન કાર્યસ્થળમાં માનવ સંસાધનની બદલાયેલી પ્રાથમિકતાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો.

અમદાવાદઃ "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના હ્યુમન રિસોર્સ વિભાગ દ્વારા "જીડબ્લ્યુએફએમ", બેંગ્લોરના સહયોગથી "એચઆર: ધ ચેન્જડ પ્રાયોરિટી ઇન પોસ્ટ કોવિડ વર્લ્ડ" વિષય પર વેબિનાર આયોજીત કરવામાં આવ્યો હતો. વેબિનરનો હેતુ કોવિડ ટાઇમ્સ દરમિયાન કાર્યસ્થળમાં માનવ સંસાધનની બદલાયેલી પ્રાથમિકતાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. વેબિનારમાં એ પણ દર્શાવ્યું હતું કે એચઆર ફક્ત કાર્યસ્થળના ધારા-ધોરણોને ફરીથી શોધવામાં જ નહીં, પરંતુ કર્મચારીઓને કામમાં રોકાયેલા અને પ્રેરિત રાખવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવશે. એચઆર પ્રેક્ટિશનરો દ્વારા ચર્ચામાં કાર્યસ્થળમાં થઈ રહેલા અપાર પરિવર્તન અંગે લોકોને સમજાવવા માટે એક પ્રયાસ કર્યો હતો. આ વેબિનારમાં જાણીતા વક્તા "નીરજ કુમાર", હેડ એચઆર એપીએસી કોન્ડુઈટ, "રાજીવ મેંદિરત્તા", ભૂતપૂર્વ ગ્લોબલ ડબલ્યુએફએમ હેડ, ડીએક્સસી, અને "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડાયરેક્ટર ડો. નેહા શર્માએ  ઉપરોક્ત  વિષય પર માહિતી  આપી હતી, વેબિનારમાં "ડો. નેહા શર્મા"એ જણાવ્યું હતું કે "શાંતિ બિઝનેસ સ્કૂલે" હાલના પડકારજનક સમયની આવશ્યકતાને અનુરૂપ અનુકુળ બનાવવાની તૈયારી કરી છે. નિષ્ણાતોના સમૃધ્ધ અનુભવો આ ઇન્ટરેક્ટિવ લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પોંહચડવામાં આવે છે.
જીડબ્લ્યુએફએમ'ના સ્થાપક નિયામક "ડો. શિવા કુમારે" પણ આ  સંજોગોમાં એચઆર ની વ્યૂહાત્મક ભૂમિકા વર્ણવી હતી. "નીરજ કુમારે" સમજાવ્યું કે સલામતી કેવી રીતે કર્મચારી અને એમ્પ્લોયર માટે એક મહત્વપૂર્ણ ધારા-ધોરણ બની રહી છે, પ્રતિભાશાળી કર્મચારીઓને  જાળવી રાખવા અને તેને પ્રેરિત રાખવા એ એચઆરની પ્રાથમિકતા છે. જ્યારે "રાજીવ મેંદિરત્તા" એમ વર્ણવ્યું કે પ્રતિભાઓને ઓળખવા, આકર્ષિત કરવા અને જાળવી રાખવી એ મુખ્ય અગ્રતા છે પરંતુ સંસ્થાએ પણ કર્મચારીઓની અપ સ્કીલિંગ અને ક્રોસ સ્કીલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે ઉત્સાહી એચઆર વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પુષ્ટિ આપી હતી કે એચઆરમાં નોકરીઓ વધશે અને આપણે બજારની માંગ પ્રમાણે વિકાસ કરવાની જરૂર છે. આ વેબિનારમાં દિલ્હી, સુરત અને બેંગ્લોર જેવા  શહેરોના લગભગ 200 જેટલા  લોકોએ રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ભાગ લેનારા લોકો એકેડેમિકસ થી માંડીને એચઆરના  વિદ્યાર્થીઓ અને પ્રેક્ટિશનર્સ પણ હતા.વેબિનારના આયોજક "શાંતિ બિઝનેસ સ્કૂલ" ના એચ.આર. વિભાગના ના ફેકલ્ટી મેમ્બર ડો.નિરા સિંહ અને પ્રો.માનસી વાહિયાએ એચઆરના  આવા વેબિનારાનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે “સંસ્થામાં એચઆર વિભાગ રોગચાળા સામે આજના મહાભારતનો કૃષ્ણ છે અને  અવરજવરના પ્રતિબંધિત યુગમાં આ પ્રકારના  વેબિનાર ઉદ્યોગ  જગત સાથે સંકળાયેલા લોકો માટે નવા દ્રષ્ટિકોણ લાવવામાં મદદરૂપ થાય છે, તેમજ  વિદ્યાર્થી અનુભવ શેરિંગમાંથી શીખે છે અને આવનારા સારા સમયની તૈયારી કરી શકે છે. "
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget