શોધખોળ કરો

આ તારીખથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે, બુકિંગ શરુ

12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.

ભાવનગર:  12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે સવારે 11.05 કલાકે દોડશે. આ ટ્રેનને 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05
કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી વેરાવળથી દોડશે.

એ જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર, 2023 થી 29 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. 

ટિકિટ કેન્સલ કરાવવા પર ભારતીય રેલવે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપે છે

ટ્રેનો કેન્સલ થવાથી અથવા મોડી ચાલવાને કારણે ટિકિટ કેન્સલ કરાવવા પર ભારતીય રેલવે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપે છે. જો કે, મોટાભાગના પ્રવાસીઓને આની જાણ હોતી નથી. દેશના ઘણા ભાગો આ સમયે વરસાદની ઝપેટમાં છે અને આવી સ્થિતિમાં, રેલ વ્યવહાર પર માર્ગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જો તમે પણ આવા સમયે ટ્રેનની ટિકિટ કેન્સલ કરીને સંપૂર્ણ રિફંડ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે એક નાની પ્રક્રિયાને અનુસરવી પડશે. 

રેલવેના નિયમો મુજબ, જો તમારી ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી હોય તો તમે તમારી ટિકિટનું સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છો. આ સ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો. કાઉન્ટર પરની ટિકિટ માટે, ટિકિટ રદ કરવા માટે રિઝર્વેશન કાઉન્ટરની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આઈઆરસીટીસી દ્વારા તમારી ટિકિટ ઓનલાઈન ખરીદી છે, તો વેબસાઈટ પર આપવામાં આવેલા કેન્સલેશન સ્ટેપ્સને અનુસરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget