શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

જરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર છવાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દૂર થયું હોવાથી આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ નહીં પડે

અમદાવાદ: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર છવાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દૂર થયું હોવાથી આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ નહીં પડે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત પર છવાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દૂર થયું છે જેને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ નહીંવત છે. જોકે અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગુરૂવારે ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગુરુવારે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે તેના કારણે વાવેતરને જીવતદાન મળવાની સાથે નદી અને ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હતાં. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસાદ પડ્યો હતો. ધારી ગીરના ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસનગર અને કાસા, કંસારા, સવાલા,સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget