શોધખોળ કરો
Advertisement
અમદાવાદ સહિતનાં ચાર મોટાં શહેરોમાં આજ રાતથી શાના પર મૂકી દેવાયો પ્રતિબંધ ? જાણો મહત્વના સમાચાર
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં બે દિવસ સંપૂર્ણપણે કરફ્યૂ લદાયા બાદ અમદાવાદમાં હવે નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે.
અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદી દીધો છે. આ શહેરોમાં નાઈટ કરફ્યુ દરમિયાન લગ્ન સહિત કોઈ પ્રકારના આયોજનો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ નિર્ણયોનો અમલ આજે એટલે કે મંગળવારની મધ્ય રાત્રિથી કરવા પોલીસ તંત્રને આદેશ કરાયો છે.
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવિડ 19ના કેસોમાં ઉછાળો નોંધાતાં ગુજરાત સરકારે અમદાવાદમાં શુક્રવાર રાતથી સળંગ ૫૭ કલાક અને સુરત, રાજકોટ, વડોદરામાં શનિવારથી દરરોજ રાતે 9વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રિ કરફ્યુ અમલમાં મૂક્યો છે.
રાજ્ય સરકારે સોમવારે એક નિર્ણય લઈને કોવિડ 19ના વાઈરસના સંક્રમણમાં બ્રેક મૂકવા માટે રાજ્યમાં નાઈટ કરફ્યુ નથી એવા વિસ્તારોમાં સોમવારે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ 10 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા આદેશો બહાર પાડયા હતા. અંતિમ વિધિ, ધાર્મિક વિધિમાં 50 વ્યક્તિઓની મર્યાદા રાખી છે. અલબત્ત રાત્રિ કરફ્યુ છે તેવા શહેરો અને વિસ્તારોમાં લગ્ન, સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે અનેક રાજ્યોની સરકારોને સૂચનાઓ આપી હતી. જેના આધારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સોમવારે સાંજે કોવિડ 19 મહામારી સંદર્ભે મળતી કોરગ્રુપની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં બે દિવસ સંપૂર્ણપણે કરફ્યૂ લદાયા બાદ અમદાવાદમાં હવે નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે. આ કરફ્યુ 7 ડીસેમ્બર સુધી લંબાવાયો છે. પોલીસ કમિશ્નરે કરેલી જાહેરાત પ્રમાણે 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડકપણે અમલ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement