શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાયને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે
અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવે થોડાં જ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જોકે આજથી વરસાદનું જોર ઘટી શકે છે. જેથી આજથી રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલંબ થશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે થોડાં જ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
બીજા બાજુ થોડાં દિવસથી પડી રહેલા વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion