શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સરકારે રાજ્યના 13 IAS અધિકારીને સોંપી કઈ મહત્વની જવાબદારી ? ક્યા અધિકારીને ક્યા જિલ્લા સોંપાયા ?
રાજકોટ અને મોરબી જિલ્લાની કામગીરી મહિલા અને બાળવિકાસ સેક્રેટરી-કમિશનર મનીષા ચંદ્રા સોંપાઈ છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના 33 જિલ્લામાં 2021ની મતદાર યાદીએઓનું સ્પેશિયલ સમરી રિવિઝન કરવા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે 13 આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમની નિમણૂક કરાઈ છે એ તમામ 2001થી 2007ની બેચના અધિકારીઓને સોંપાઈ છે.
રાજ્ય સરકારે નીચેના અધિકારીઓને આ કામગીરી સોંપી છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કામગીરી મેરિટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સીઈઓ અવંતિકાસિંઘ અલખને સોંપાઈ છે.
રાજકોટ અને મોરબી જિલ્લાની કામગીરી મહિલા અને બાળવિકાસ સેક્રેટરી-કમિશનર મનીષા ચંદ્રા સોંપાઈ છે.
સુરત અને તાપી જિલ્લાની કામગીરી રાહત કમિશનર હર્ષદકુમાર પટેલને સોંપાઈ છે.
વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાની કામગીરી સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી. ભારતીને સોંપાઈ છે.
આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાઓની કામગીરી કોટેજ તથા ગ્રામોદ્યોગ સચિવ-કમિશનર સંદીપકુમારને, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની કામગીરી ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માન્જૂને સોંપાઈ છે.
કચ્છ અને મહેસાણા જિલ્લાઓની કામગીરી નગરપાલિકાઓના તંત્રના કમિશનર તથા અર્બન ડેવલપમેન્ટ મિશનના અધિક સીઈઓ રાજકુમાર બેનીવાલને અપાઈ છે.
સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદની કામગીરી આયોજન સચિવ રાકેશ શંકરને મળી છે.
વલસાડ, નવસારી તથા ડાંગની જવાબદારી સેટલમેન્ટ કમિશનર કે. એમ. ભીમજીયાણીને સોંપાઈ છે.
પોરબંદર-ગીર સોમનાથ અને જૂનાગઢની કામગીરી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ડી.જી. પટેલને. સોંપાઈ છે. જામનગર, દ્વારકા અને અમરેલીની કામગીરી સહકાર-પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાયને સોંપાઈ છે.
અરવલ્લી-સાબરકાંઠાની કામગીરી ટીસીજીએલના એમડી જેનુ દેવનને સોંપાઈ છે.
બનાસકાંઠા-પાટણની જવાબદારી ડી-સેગના સીઈઓ આર.એસ. નિનામાને અપાઈ છે.
રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થાય કે તરત જ વિધાનસભાની ચૂંટણી માટેની 2021ની મતદારયાદી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાશે. ચૂંટણીપંચે અત્યારથી તેનું આયોજન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion