શોધખોળ કરો

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં 43-44 ડિગ્રી તાપમાનની આગાહી કરી.
  • રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી, અમદાવાદમાં 44.3 ડિગ્રી નોંધાયું.
  • 16 મે બાદ ગરમીથી રાહત, 21-23 મે વચ્ચે પ્રિમોન્સૂન વરસાદ શક્ય.
  • રાજકોટ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન 40-43 ડિગ્રી વચ્ચે રહેશે.

ગાંધીનગર: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  વડોદરા, આણંદ,  નડિયાદ અને ખેડામાં ભારે ગરમીની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ ભારે ગરમીની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  મહત્તમ તાપમાન 43 ડિગ્રી  આસપાસ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.   

આકરી ગરમી પડશે 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતમાં 38થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  દક્ષિણ સૌરાષ્ટ્રમાં 40 થી 42  ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 32થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે. 

આ સિવાય  કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  ભૂજ અને કંડલામાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજકોટ સહિત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.    સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડી શકે છે.  16 મે બાદ ગરમીથી રાહત થવાની શક્યતા છે.  21થી 23 મે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. 

12 જિલ્લામાં હીટવેવની ચેતવણી

રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો.

સોમવારે 44.3 ડિગ્રી સાથે  અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. હજુ આગામી 3 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે 44.3 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 44ને પાર થયું હોય તેવું અગાઉ 2013, 2026, 2019, 2020, 2022, 2023, 2024ના વર્ષમાં બન્યું હતું. 

Frequently Asked Questions

મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન કેટલું રહેવાની શક્યતા છે?

મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે, ખાસ કરીને વડોદરા, આણંદ, નડિયાદ અને ખેડા જેવા વિસ્તારોમાં.

અમદાવાદ શહેરમાં ગરમી કેટલી રહી શકે છે?

અમદાવાદ શહેરમાં પણ ભારે ગરમીની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે?

રાજ્યના 12 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદનો સમાવેશ થાય છે.

ગરમીમાંથી રાહત ક્યારે મળવાની શક્યતા છે?

16 મે પછી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. 21 થી 23 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget