કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાદવદર પેટાચૂંટણીના પરિણામોને લઈ અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે કડી-વિસાવદરના પરિણામ કેટલાક લોકો માટે હતાશાજનક હશે.
પેટાચૂંટણીના પરિણામોને લઈ અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે કડી-વિસાવદરના પરિણામ કેટલાક લોકો માટે હતાશાજનક હશે. પેટાચૂંટણીના પરિણામ ગુજરાત માટે દિશાસૂચક હશે. ચૂંટાઈને આવનાર ઉમેદવાર નવી વિચારધારા ધરાવતો હશે.
નોંધનીય છે કે 19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ, કડી વિધાનસભા બેઠક પર અંદાજે 57.90 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વિસાવદર બેઠક પર અંદાજે 54.89 ટકા મતદાન થયું હતું.
વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં હતા. જ્યારે કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા અને આપના ઉમેદવાર જગદીશ ચાવડા વચ્ચે જંગ છે. 23 જૂને મત ગણતરી થશે.
અંબાલાલ પટેલે વરસાદને લઇને શું કરી આગાહી
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી. તેમણે આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 25થી 27 તારીખ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. 29 અને 30 જૂને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા-અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.





















