2022 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ કોને કોને આપશે ટિકિટ?, જાણો શું રાખવામાં આવી શરતો?
આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મિશન 2022ને લઈને કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે. જે બેઠક પર ત્રણ વખત ચૂંટણી હાર્યા છે તેના પર કૉંગ્રેસ ‘નો રિપીટ થિયરી’ અપનાવશે. એટલુ જ નહીં માત્ર ઉમેદવાર જ નહીં, પણ જ્ઞાતિ માટે પણ કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે.
મળતી જાણકારી અનુસાર, જે જ્ઞાતિના ઉમેદવારને ત્રણ વાર ટિકિટ આપવા છતા હાર થઈ છે તેવી જ્ઞાતિમાંથી પણ કોઈ ઉમેદવારની પસંદગી કરવામા આવશે નહીં. જે ઉમેદવાર ત્રણ ચૂંટણી હાર્યા છે તેને પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ આપશે નહીં. જે તે બેઠક પર એક જ્ઞાતિને ટિકિટ આપ્યા બાદ પણ હાર થઈ તેની જગ્યાએ બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે.
ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.
ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ