શોધખોળ કરો
28/29 તારીખથી ગુજરાતમાં કઈ જગ્યાએ વધારે ઠંડીની શરૂઆત થશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
દેશની ઉત્તર-પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 28-29 નવેમ્બર સુધીમાં ઠંડીનો શરૂ થઈ જશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે.

નવી દિલ્હીઃ હિમાલયમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને લઈને આગામી અઠવાડિયાના અંત સુધીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના છે. દેશની ઉત્તર-પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 28-29 નવેમ્બર સુધીમાં ઠંડીનો શરૂ થઈ જશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં તારીખ 25-26 સુધી સતત હિમવર્ષા જોવા મળે તેવી સંભાવના છે. જેને લઈને આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, ડિસેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને ઈશાન રાજ્યોમાં સરેરાશ તાપમાન 1થી 3 ડિગ્રી રહેશે. 2019-20 દરમિયાન ઠંડીની મોસમમાં સતત પાંચમું વર્ષ એવું હશે કે તાપમાન સરેરાશ કરતાં વધુ રહેશે. ઠંડીનો નવો રેકોર્ડ બનશે. ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું છે જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. આ વર્ષે શિયાળો પણ સામાન્ય કરતાં વધારે લાંબો ચાલી શકે છે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા 4-5 ડિસ્ટબન્સ આવતા પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
વધુ વાંચો





















