શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ તાંત્રિકે યુવતીને નિર્વસ્ત્ર કરી પતિ-દિયરને બહાર મોકલીને બાંધ્યા શારીરિક સંબંધ, અચાનક પતિ-દિયર અંદર આવી ગયા ને...
યુવતી એકલી પડતાં જ ભુવાએ તેને તેના તમામ કપડા કાઢી નાંખવાનું કહ્યું હતું, જેથી મંત્રેલા દોરાનું માપ લઈ શકાય. યુવતીએ કપડા ઉતારતા ભુવાએ પણ પોતાના કપડા કાઢી નાંખ્યા હતા અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ભાવનગરઃ તળાજા તાલુકાના ઇસોરા ગામે તાંત્રિકે યુવતીને વિધિને બહાને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તાંત્રિકને જેલહવાલે કરી દીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મુળ મધ્ય પ્રદેશના અને હાલ ઇસોરા ગામે ખેત મજુરી કરતો એક પરિવાર તલ્લી ગામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. તલ્લી ગામના કોળી કાંતી વિઠ્ઠલભાઈ શિયાળે પોતાને માતાજીના ભૂવા હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારે બાળક રાત્રે જબકી જતો હોવાનું કહેતા ભૂવાએ દોરો કરી આપી બાળકને ભાવતી વસ્તુ તેના માથા ઉપરથી ઉતારીને ચાર ચોકડી પડતી હોય ત્યાં મુકી દેવાનું જણાવ્યું હતું.
આ પછી બાળકનો પિતા પણ ભુવા પાસે ગયો હતો અને તેમને સપનામાં નાગદેવતા દેખાતા હોવાનું અને તેમના ઝુંપડા પાસે ધન દાટેલું દેખાતું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, પત્નીને સપનામાં ડાકણ આવતી હોવાનું પણ કહ્યું હતું. આથી ભુવાએ તેમની પત્નીને વળગાડ હોવાનું કહી વિધિ કરવાનું જણાવ્યું હતું.
બાદમા પતિ પણ ભુવા પાસે ગયેલ અને તેમને મુંજારો થતો હોવાનું જણાવેલ.અને સપનામાં નાગદેવતા આવે છે. અને તેમના રહેણાંકના ઝુંપડા પાસે ધન દાટેલુ હોય તેવુ દેખાય છે.તેમજ પત્નિને ડાકણ સપનામા આવે છે અને તેને વળગાડ હોય તેવુ લાગતું હોય ભુવાને વિધિ કરી આપવાનું કહ્યું હતું.
ગત 29મી ડિસેમ્બરે ભુવો કાંતી રાતે આ પરિવારના ઝુંપડામાં ગયો હતો. અહીં યુવતીના પતિ, દિયર અને બે બાળકો હાજર હતા. ભુવાએ અહીં દાણા જોઇને યુવતીને ડાકણનો વળગાડ હોવાનું કહ્યું હતું. તેમજ વળગાડ દૂર કરવા યુવતીએ પહેરેલા કપડા ઉતારીને એકાંતમાં રાખીને માતાજીના મંત્રેલા દોરાનું માપ લેવું પડશે તેમ કહ્યું હતું. તેમજ આ વિધિ ફરજિયાત કરવી પડશે, તેમ પણ કહ્યું હતું. જોકે, આ અંગે પરિવારના સભ્યોએ વાંધો લીધો નહોતો.
પરિવાર સહમત થતાં ભુવાએ તેમને અડધો કલાક માટે બહાર મોકલી દીધા હતા. આ પછી યુવતી એકલી પડતાં જ ભુવાએ તેને તેના તમામ કપડા કાઢી નાંખવાનું કહ્યું હતું, જેથી મંત્રેલા દોરાનું માપ લઈ શકાય. યુવતીએ કપડા ઉતારતા ભુવાએ પણ પોતાના કપડા કાઢી નાંખ્યા હતા અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ પણ વિધિનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, આ અંગે કોઈને કહેશે તો યુવતીને મારી નાંખવાની ધમકી આપી હતી.
આ પછી ભુવાએ યુવતીના પરિવારને વિધિ થઈ ગઈ હોવાનું કહી બોલાવી લીધા હતા. તેમજ ભુવા પણ ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, યુવતીએ પોતાના પતિને ભુવાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવતાં તેમણે આ અંગે ભુવા સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement