શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાસણ ગીરમાં હવે મહિલાઓ ડ્રાયવર તરીકે કરશે કામ, જાણો વિગત
તાલાલા: ગીર જંગલની મુલાકાતે આવતા દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી માહિતી આપવા જંગલમાં મહીલા ગાઈડ સાથે જશે. આજથી 20 મહિલાને ડ્રાયવરની ટ્રેનિંગ આપવામાં આવશે. સિંહ દર્શન માટે આવતાં પ્રવાસીઓની જીપ્સી મહિલા ચલાવતી જોવા મળશે. નોંધનીય છે કે સાસણ ગીરમાં રહેતી મહિલાઓ હાલ ગાઈડ તરીકે ફરજ બજાવી રહી છે અને હવે ડ્રાયવર તરીકે ફરજ બજાવશે.
સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઈડ તરીકે માન્યતા આપીને તાલીમ પુરી પાડવામાં આવેલ અને મહીલાઓને સ્વાવલંબી બનાવવા વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે. જંગલની મુલાકાતે આપતાં પ્રવાસીઓને ગીરનાં જંગલમાં વિહરતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઔષધીય વૃક્ષોની સંપૂર્ણ જાણકારી મહીલા ગાઈડ દ્વારા પુરી પાડવામાં આવશે.
3 ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં વાત કરી સંપૂર્ણ જાણકારી પ્રવાસીઓને પુરી પાડી શકે તે માટે 30 મહિલાઓને સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા વર્કશોપ યોજી તાલીમ પુરી પાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion