(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack Death: રાજકોટ રેસકોર્ષ મેદાન ક્રિકેટ રમતો યુવક મેદાનમાં ઢળી પડ્યો, હાર્ટ અટેકથી મોત
રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.
Heart Attack Death:રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.
કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં ફરીવાર એક આવો જ કિસ્સો બન્યો છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.. આ યુવક સોની કામ કરતો હતો અને આજે રવિવારની રજા હોવાથી ક્રિકેટ રમવા ગયો હતો. આ યુવક આમતો દર રવિવારે ક્રિકેટ રમતા હતા.
અઢી મહિનામાં 6 યુવકના હાર્ટ અટેકથી મોત
છેલ્લા 40 દિવસમાં રાજકોટની અંદર અલગ અલગ રીતે છ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમાંથી સૌથી વધુ ક્રિકેટ રમતા યુવકના મોત થયા છે. થોડા સમય પહેલા જ એક યુવાનનું ફૂટબોલ રમતા રમતા મૃત્યુ થયું હતું.બે દિવસ પહેલા કુદરતી હાજર તે જતા એક યુવાનનું આજી વસાહતમાં મૃત્યુ હતું. તો આ જ રીતે તાજેતરમાં જ રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવી જતાં યુવક મેદાનમાં ઢળી પડ્યો હતો અને જિંદગી ગુમાવી હતી.
Panchmahal: પંચમહાલમાં વરઘોડામાં વરરાજાને ખભે ઉંચકી ઝૂમી રહેલા યુવકનું હાર્ટ અટેકથી મોત
પંચમહાલમાં કાળજું કંપાવતી ઘટના બની હતી. પંચમહાલના મોરવા હડફના રજાયતા ગામે ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં વરરાજાને ખભે ઉચકી ઝૂમી રહેલા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું.
મળતી જાણકારી અનુસાર, વિનોદ પારઘી નામનો યુવક વરરાજાને ખભા પર બેસાડી ઝૂમી રહ્યો હતો. અચાનક તેને ચક્કર આવતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જાનૈયાઓ તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
Ahmedabad: કિરણ પટેલ અમદાવાદના વેપારીને પણ લગાવી ચૂક્યો છે લાખોનો ચૂનો, જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
અમદાવાદ: PMO માં અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપીંડી કરનાર કિરણ પટેલના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. બરોડા ખાતે મારકોમ એજન્સી સાથે ઇવેન્ટ યોજ્યા બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠ અને કિરણ પટેલે નાણાં ન ચૂકવતા વેપારી પરિતોષ શાહે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના હુકમ બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠે 15 લાખ ચૂકવ્યા પણ કિરણ પટેલે 5 લાખ ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું વેપારીએ સ્વીકાર્યું. પરિતોષ શાહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં તે પણ સ્વીકાર કર્યો કે કિરણ પટેલ નેતાઓના કાર્યક્રમમાં પહોચી જઈને ફોટા પડાવતા અને તે બાદમાં પોતાની ખોટી ઓળખ ઉભી કરતા. કોર્ટે કરેલા આદેશ બાદ અંતે પરિતોષ શાહે પોતાની ફરિયાદ પાછી પણ ખેંચી હતી પણ પોતાના નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો.
સુરતમાં 6 વર્ષની બાળકીને પોતાના રુમમાં લઈ ગયો પાડોશી
સુરતના પાંડેસરા વિસ્તારમાં નાની સાથે રહેતી 6 વર્ષથી બાળકીની પાડોશી દ્વારા છેડતી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પાડોશીએ દુષ્કર્મના ઇરાદે કપડાં ઉતાર્યાં હતા. હાલમાં પોલીસે આરોપી અને બાળકીને મેડિકલ માટે મોકલ્યા છે. પાંડેસરા પોલીસે હવસખોર પાડોશીની ધરપકડ કરી આગળની કાર્યનવાહી હાથ ધરી છે. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પાડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પાડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ ડઘાઈ ગયા હતા. બાદમાં આરોપીની જાળમાંથી બાળકીને છોડાવવામાં આવી હતી.