ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા વિરાફીનની કિંમત કરી નક્કી, જાણો કેટલાં રૂપિયામાં મળશે એક ડોઝ
દેશના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ 23 એપ્રિલ 2021 ના રોજ કોરોના મેડિસિન Virafin ના સિંગલ યુઝ થેરાપી તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)ને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે ઝાયડસ કેડિલાએ કોરોના માટેની વિરાફીન દવાના પ્રતિ ડોઝના ભાવ નક્કી કર્યા છે. વિરાફીન દવાનો પ્રતિ ડોઝનો ભાવ 11 હજાર 995 નક્કી કરાયો છે. વિરાફિન દવા દર્દીને સાત દિવસમાં RT-PCR રિપોર્ટ નેગેટિવ થતો હોવાનો કંપનીએ દાવો કર્યો છે. સાથે વિરાફીન દવાથી દર્દીને ઓક્સિજનની જરૂરીયાત પણ ઓછી પડતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
દેશના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ 23 એપ્રિલ 2021 ના રોજ કોરોના મેડિસિન Virafin ના સિંગલ યુઝ થેરાપી તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઝાયડસ કેડિલાએ વિરાફિનના એક ડોઝની કિંમત 11,995 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ વિરાફિનની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે વીરાફિનનો ઉપયોગ કોરોનાના સામાન્ય અને મધ્યમ કેસોમાં થઈ શકે છે. જેમાં જ્યારે કોરોના ગ્રસ્ત વ્યક્તિમાં વાયરલ લોડ મોડરેટ અને હાઇની વચ્ચે હોય છે ત્યારે ઓક્સિજન સપોર્ટની જરૂર ઝડપથી વધી જાય છે. કંપનીએ દાવો કર્યો છે કે વિરાફિનના ઉપયોગથી દર્દીમાં વાયરલ લોડ ઓછો થશે અને ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત ઘટશે
મહત્વનું છે કે કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન સ્તર ઘટવા લાગે છે ત્યારે તેને ઓક્સિજન આપવો ખુબ જ જરૂરી બની રહે છે. અને વેન્ટિલેટર પર રાખીને કૃતિમ રીતે ઓક્સિજન આપવો પડતો હોય છે.
ઝાયડસ કેડિલા કંપનીએ નવી દવા વિરાફીન અંગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. વધુમાં ઝાયડસ કેડિલાએ એમ પણ જણાવ્યું છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.