શોધખોળ કરો

Accident:હિમાચલના ચંબામાં ભયંકર અકસ્માત, બોલેરો ખીણમાં ખાબકતાં 6 જવાન સહિત 7ના કરૂણ મોત

હિમાચલમાં ખરાબ હવામાનની વચ્ચે એક ભંયકર રોડ અકસ્માત સર્જયો હતો. આજે સવારે સાડા નવ વાગ્યે બોલેરો સ્લિપ થઇ જતાં ખીણમાં ખાબકતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

Himachal pradesh News:હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ટીસામાં આજે સવારે 9.30 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ટીસાથી બૈરાગઢ રોડ પર જતી બોલેરો ખીણમાં ખાબકતા બોલેરોમાં સવાર 6 પોલીસ જવાન સહિત 7 લોકોના મોત થયા છે. બોલેરો સ્લિપ થતાં 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 6 પોલીસ કર્મચારીઓ સહિત 7ના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને ટીસા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બોલેરોમાં  9 પોલીસ કર્મચારી અને 2 સ્થાનિક લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ 2-IRBn બટાલિયનના પોલીસ કર્મચારીઓ બોલેરોમાં  પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલેરો સ્લિપ થઇ જતાં ખીણમાં ગબડી પડતાં આ ભંયકર દુર્ઘટના સર્જાઇ હતી.આ અકસ્માત તરવાઇ પુલ પાસે સર્જાયો હતો. બોલેરો નીચે ખાબકતા કેટલાક લોકો બહાર ફેંકાઇ ગયા હતા જેના કારણે પણ લોકોને  ગંભીર ઇજા પહોંચી છે.

PWD અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત થયોઃ હંસરાજ

સ્થાનિક ધારાસભ્ય હંસરાજે અકસ્માત માટે પીડબલ્યુડી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે વારંવાર વિનંતી કરવા છતાં ટેકરી હટાવવામાં આવી નથી. જેના કારણે આજે આ અકસ્માત સર્જાયો હતો.તેમણે વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હંસરાજે દાવો કર્યો કે તેણે આ રસ્તો બંધ કરાવી દીધો હતો, પરંતુ સરકારે તેને ફરીથી ખોલી દીધો.

સીએમ અને ડેપ્યુટી સીએમએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી સુખવિંદર સુખુ અને ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના નજીકના સંબંધીઓને તાત્કાલિક રાહત આપવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

આ પણ વાંચો

Instagram Feature:ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર, રોલ આઉટ થશે આ નવું ફીચર, ત્યારબાદ આ કામ થઇ જશે સરળ

Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત

Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા પિતા સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ ઇચ્છા વ્યક્ત

Defamation Case: ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે કોઈ રાહત ન આપી

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget