જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં ગ્રેનેડ હુમલામાં બે CRPF જવાન અને એક પોલીસ જવાન ઘાયલ
કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોનાં ઓપરેશનથી આતંકવાદીઓ ભડકી ગયા છે. શુક્રવારે આતંકવાદીઓએ બારામુલ્લામાં CRPF અને સ્થાનિક પોલીસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોનાં ઓપરેશનથી આતંકવાદીઓ ભડકી ગયા છે. શુક્રવારે આતંકવાદીઓએ બારામુલ્લામાં CRPF અને સ્થાનિક પોલીસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ અકસ્માતમાં બે CRPF જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડ્રોન હુમલાની ઘટનાઓ વચ્ચે ભારતીય સેનાએ ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે, જેના કારણે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરનાં અહેવાલો સમયાંતરે સામે આવે છે.
આ હુમલા વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બારામુલ્લા શહેરમાં ગ્રેનેડ હુમલો થતાં CRPFનાં બે જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે 5 ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશનાં અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.
બારામુલ્લા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશનાં અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.
બારામુલ્લા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર હુમલો ખાનપોરા બ્રિજ પર થયો હતો. ગ્રેનેડ ફેંકનારા આતંકીઓની ઓળખ થઈ શકી નથી, તેઓ હુમલો કર્યા બાદ તુરંત જ ભાગી ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ નજીક છે. ત્યારે આવા સમયે ડ્રોન દેખાતા એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. કે આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે આતંકીઓ ટૂંક સમયમાં કશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના છે. જેના કારણે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.