શોધખોળ કરો
નિર્ભયાના દોષી વિનય કુમાર શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું છે તે
પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી, સવારે 7 કલાકે નક્કી કર્યા બાદ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું.

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી થયા બાદ ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જ્યારે દોષિતોની કોશિશ તેમને થનારી સજામાં વિલંબ થાય તેવી છે. જેને લઈ દોષિતો પૈકી એક વિનય કુમાર શર્માએ ગુરુવારે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે.
પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી, સવારે 7 કલાકે નક્કી કર્યા બાદ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. જોકે કોર્ટના ફેંસલા બાદ દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સામે તેઓ ક્યૂરિટેવ પિટીશન દાખલ કરશે. ડેથ વોરંટ જાહેર કરતાં પટિયાલા હાઉસ કોર્ટે આ ફેંસલાને પડકારવા માટે ચારેયને 7 દિવસનો સમય આપ્યો હતો. શું છે ક્યૂરેટિવ પિટીશન ક્યૂરેટિવ પિટીશન પુનર્વિચાર અરજીથી થોડી અલગ હોય છે. તેમાં ફેંસલાના બદલે પૂરા કેસમાં તેવા મુદ્દા કે વિષયનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેનાથી લાગે છે કે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. 4 દોષિતો પૈકીના એક વિનય કુમાર શર્માએ આજે ક્યૂરિટેવ પિટિશન દાખલ કરી છે અને તે બાદ સુપ્રીમ કોર્ટ આ પિટિશન પર સુનાવણી કરે અને 14 દિવસની અંદર ફેંસલો ન આવે તો ફાંસીની તારીખ આગળ લંબાવવામાં આવે છે. ક્યૂરેટિવ પિટીશન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પણ આ દોષિતોની દયા અરજી પેન્ડિંગ છે. જો રાષ્ટ્રપતિ આ દોષિતોની દયા અરજી પર 14 દિવસમાં ફેંસલો ન લે તો ફાંસીની તારીખ આગળ લંબાવવામાં આવે છે. મર્સી પિટીશન એટલે કે દયા અરજીનો ઉપયોગ ચાર પૈકીના ત્રણ આરોપીએ હજુ સુધી કર્યો નથી. દિલ્હીના મુનરિકા વિસ્તારમાં 2012માં ચાલુ બસમાં છ લોકોએ નિર્ભયા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પીડિતાને ચાલુ બસમાંથી ફેંકી દેવામાં આવી હતી અને તેને ગંભીર ઈજા થઈ હતી. પીડિતાનું સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મામલામાં છ આરોપીઓ પૈકી એક સગીર આરોપીને જુવેનાઈલ કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે મુખ્ય આરોપી રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. બાકી 4 દોષિતોને કોર્ટે સજા સંભળાવી હતી. કાજોલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- K3Gની રિલીઝ વખતે મારી કસુવાવડ થઈ હતી ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગ, કોર્ટમાં ગઈ લક્ષ્મી અગ્રવાલની વકીલ, જાણો વિગતે ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ2012 Delhi gangrape and murder case: One of the convicts, Vinay Kumar Sharma has filed a curative petition before the Supreme Court. A Delhi Court had issued a death warrant against all four convicts on January 7 and they are scheduled to be executed on January 22 at 7 am pic.twitter.com/Sb2fGXRDId
— ANI (@ANI) January 9, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement