શોધખોળ કરો

કાજોલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- K3Gની રિલીઝ વખતે મારી કસુવાવડ થઈ હતી

કાજોલે કહ્યું, અમે 25 વર્ષ પહેલા ફિલ્મ હલચલના સેટ પર મળ્યા હતા. હું શૉટ માટે તૈયાર હતી અને પૂછ્યું કે મારો હીરો ક્યાં છે ? કોઈએ અજય તરફ ઈશારો કર્યો. તે એક ખૂણામાં બેઠો હતો.

મુંબઈઃ અજય દેવગન અને કાજોલને સાથે પડદા પર જોવા ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. બંને 11 વર્ષ બાદ તાનાજીઃ ધ અનસંગ વૉરિયરમાં સાથે જોવા મળશે. ફિલ્મમાં બંને પતિ-પત્નીનો રોલ કરી રહ્યા છે. હાલ તેઓ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન કાજોલે હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરી હતી. અજય દેવગન સાથે પ્રથમ વખત ક્યાં થઈ મુલાકાત ? કાજોલે કહ્યું, અમે 25 વર્ષ પહેલા ફિલ્મ હલચલના સેટ પર મળ્યા હતા. હું શૉટ માટે તૈયાર હતી  અને પૂછ્યું કે મારો હીરો ક્યાં છે ? કોઈએ અજય તરફ ઈશારો કર્યો. તે એક ખૂણામાં બેઠો હતો. 10 મિનિટ પહેલા જ હું તેને મળી હતી. બાદમાં અમે વાતો કરવાનું શરૂ કર્યું, મિત્રો બન્ય. તે સમયે હું બીજા કોઈને ડેટ કરતી હતી અને અજય પણ બીજાને. હું અજયને મારા બૉયફ્રેન્ડની ફરિયાદ કરતી હતી. થોડા જ દિવસોમાં બંનેનું પાર્ટનર સાથે બ્રેકઅપ થઈ ગયું. અમે બંનેએ એક-બીજાને પ્રપોઝ નહોતું કર્યું. પરસ્પર સમજણ હતી કે અમે સાથે છીએ. અમે બંને ડિનર અને લોંગ ડ્રાઇવ પર જવા લાગ્યા. હું સાઉથ બોમ્બેમાં રહેતી હતી. તેથી અમારી અડધી રિલેશનશિપ કારમાં વીતી. મારા મિત્રોએ મને અજય અંગે સાવચેત કરી હતી પરંતુ મારા માટે અજય અલગ હતો. લગ્નને લઈ મારા પિતાએ 4 દિવસ મારી સાથે નહોતી કરી વાત કાજોલે જણાવ્યું, અમે ચાર વર્ષ ડેટિંગ કર્યું અને બાદમાં લગ્ન કરવાનો ફેંસલો લીધો. અજયના માતા-પિતા તૈયાર હતા પરંતુ મારા પપ્પાએ મારી સાથે 4 દિવસ વાત નહોતી કરી. તેઓ ઈચ્છતા હતા કે હું કરિયર પર ધ્યાન આપું, પરંતુ હું નિશ્ચિત હતી. અમે ઘરે જ લગ્ન કર્યા અને મીડિયાને ખોટી જગ્યા જણાવી હતી. અમારી પંજાબી અને મરાઠી વિધિથી લગ્ન થયા હતા. મને યાદ છે કે ફેરા દરમિયાન અજય પંડિતને જલદી વિધિ કરાવવાનું કહેતો હતો અને તેને લાંચ આપવાની કોશિશ પણ કરી હતી. લગ્ન બાદ લાંબુ હનીમૂન ઈચ્છતા હતા પણ.... લગ્ન બાદ અમે લાંબુ હનીમૂન ઈચ્છતા હતા, તેથી સિડની, હવાઈ, લૉસ એન્જેલિસ ગયા. પરંતુ 5 સપ્તાહમાં અજય બિમાર પડી ગયો અને કહ્યું બેબી, ફ્લાઇટ બુક કરી દે. અમારે ઈજિપ્ત જવું હતું પરંતુ હનીમૂન ટુંકાવી પરત ફર્યા. સમયની સાથે બાળકનું પ્લાનિંગ કર્યું, હું કભી ખુશી કભી ગમ દરમિયાન પ્રેગ્નેન્ટ હતી પરંતુ કસુવાવડ થઈ ગઈ હતી. હું તે દિવસે હોસ્પિટલમાં હતી. ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ મારા માટે તે સુખદ સમય નહોતો. આ પછી મારી વધુ એક કસુવાવડ થઈ, જે ખૂબ મુશ્કેલ હતું. આજે અમારી પાસે ન્યાસા અને યુગ છે. અમારો પરિવાર પૂરો થઈ ગયો. અમે વધારે રોમાંટિક નથી અજય તેની 100મી ફિલ્મ પર છે. દરેક દિવસ અમે કંઈક નવું કરી રહ્યા છીએ. અજય સાથે લાઇફથી સંતુષ્ટ છું. અમે વધારે રોમાંટિક નથી પરંતુ એકબીજાની ચિંતા કરીએ છીએ. ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગ, કોર્ટમાં ગઈ લક્ષ્મી અગ્રવાલની વકીલ, જાણો વિગતે ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget