શોધખોળ કરો
Advertisement
જુલાઈ અંત સુધીમાં દિલ્હીમાં કોરોનાના 5.5 લાખ કેસ હોઈ શકે છે, રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીંઃ સિસોદિયા
દિલ્હીમાં જુલાઈ અંત સુધીમાં 80,000 બેડની જરૂરત પડશે.
નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેન્દ્રના અધિકારીએ જાણકારી આપીછે કે દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. જ્યારે એવો અંદાજ છે કે 31 જુલાઈ સુધી કોરોનાના કેસ વધીને 5.5 લાખ સુધી પહોંચી શકે છે.
જુલાઈ અંત સુધી 80 હજાર બેડની જરૂરત પડવાની શક્યતા
ડીડીએમએની સાથે એક બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીમાં જુલાઈ અંત સુધીમાં 80,000 બેડની જરૂરત પડશે. બેઠકની અધ્યક્ષતા ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ કરી રહ્યા હતા જે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે.
દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં- સિસોદિયા સિસોદિયાએ મીડિયાને કહ્યું કે, ‘કેન્દ્રના અધિકારીઓએ બેઠકમાં કહ્યું કે, દિલ્હીમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું.’ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીની સરકાર અને ખાનગી હોસ્પિટલને દિલ્હીના લોકો માટે રિઝર્વ રાખવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ્દ કરવાના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની ઉપ રાજ્યપાલે ના પાડી દીધી છે.By 15 June, there'll be 44,000 cases & 6,600 beds will be needed. By 30 June we'll reach 1 lakh cases & 15,000 beds will be required. By 15 July there'll be 2.25 lakh cases & 33,000 beds will be needed. By 31 July, 5.5 lakh cases expected & 80,000 beds will be needed: Delhi Dy CM pic.twitter.com/F5iXDlgO7R
— ANI (@ANI) June 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
દેશ
Advertisement