દેશના આ પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહોને થયો કોરોના
સિંહોમાં પણ ખાંસી, નાકમાંથી પાણી વહેવું અને ભૂખ ન લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઝૂ લોક માટે બંધ કરી દેવામાં આવ્યું છે
હૈદરાબાદઃ હૈદરાબાદના નેહરુ જુલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત થયા છે. 29 એપ્રિલે સેન્ટર ફોર સેલ્યુલક એન્ડ મોલેક્યૂલર બાયોલોજીએ નેહરુ જૂઓલોજિકલ પાર્કના અધિકારીઓને જણાવ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટમાં 8 સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિંહમાં કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા.
સિંહોમાં પણ ખાંસી, નાકમાંથી પાણી વહેવું અને ભૂખ ન લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઝૂ લોક માટે બંધ કરી દેવામાં આવ્યું છે.ડોક્ટરો અને કર્મચારીઓના કહેવા મુજબ ઝૂમાં આવેલા સંક્રમિત લોકોથી સિંહોને સંક્રમણ લાગ્યું હોઈ શકે છે. ઝૂમાં કામ કરતાં અનેક લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પહેલા એવો દાવો કરવામાં આવતો હતો કે કોરોના સંક્રમણ જાનવરોમાંથી નથી ફેલાતો ગત વર્ષે અમેરિકામાં પણ વાઘને કોરોના થયો હતો. હોંગકોંગમાં બિલાડી અને કૂતરામાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 2 લાખ 82 હજાર 833
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292
કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133
કુલ મોત - 2 લાખ 22 હજાર 408
Corona Vaccination: કોરોનાની રસી લેવા જતી વખતે આ 4 બાબત ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર......
IPLની બાકીની સીઝન હવે ક્યારે રમાશે ? જાણો વિગતે
પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામઃ PM મોદીની છે આ મોટી હાર, કદાચ આગળ છે ‘અચ્છે દિન’
Bihar Lockdown: દેશમાં ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં લોકડાઉન, જાણો મોટા સમાચાર
ગુજરાતના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, જાણો કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો કોણે કર્યો દાવો