શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં બે માથાવાળો સાપ જોવા મળતાં લોકોએ કરી પડાપડી, દૂધ પીવડાવવા જામી લોકોની ભીડ
કોલકત્તામાં બેલ્દાના જંગલ વિસ્તારમાં એકારૂખી ગામમાં બે માથાવાળો સાપ જોવા મળ્યો હતો. સાપને જોવા માટે લોકોની ભીડ જામી હતી. કેટલાંક લોકો તો સાપને દૂધ પીવડાવવા લાગી ગયા હતા.
કોલકાતા: કોલકત્તામાં બેલ્દાના જંગલ વિસ્તારમાં એકારૂખી ગામમાં બે માથાવાળો સાપ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો જ્યારે જંગલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે બે માથાવાળો સાપ જોયો હતો. આ પ્રકારનો સાપ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આ સાપને જોઈને લોકો હેરાન થઈ ગયા હતાં.
ત્યાર બાદ સાપને જોવા માટે લોકોની ભીડ જામી હતી. કેટલાંક લોકો તો સાપને દૂધ પીવડાવવા લાગી ગયા હતા. ત્યાર બાદ ત્યાં દૂધ પીવડાવવા માટે ભીડ એકત્ર થવા લાગી હતી. કેટલાંક લોકોએ વન વિભાગના અધિકારીઓને ફોન કર્યો હતો અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ન્યૂ જર્સીના જંગલોમાં પણ આવો જ બે માથાનો સાપ જોવા મળ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોએ આ સાપનું નામ ડબલ ડેવ પાડ્યું હતું તેવું જાણવા મળ્યું હતું. ચીનમાં પણ જ્યારે આવા જ બે માથાનો સાપ જોવા મળતાં સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ હતી. ચીનના એક ખેડૂતને તેના ખેતરમાં આ બે માથાનો સાપ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ સાપ થોડા સમય બાદ લોકોની નજર ચૂકવીને જંગલમાં જતો રહ્યો હતો.West Bengal: A two-headed snake found in the Ekarukhi village of Belda forest range. (10.12.19) pic.twitter.com/jLD4mPWhv8
— ANI (@ANI) December 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion