શોધખોળ કરો
Advertisement
અલકા લાંબાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, કોગ્રેસમાં થઇ શકે છે સામેલ
કેટલાક દિવસ અગાઉ તેમણે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી પોતાની પાર્ટીથી નારાજ આમ આદમી પાર્ટીની ધારાસભ્ય અલકા લાંબાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અલકા લાંબા હાલમાં દિલ્હીની ચાંદની ચોકથી ધારાસભ્ય છે. કેટલાક દિવસ અગાઉ તેમણે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમની ફરીથી કોગ્રેસમાં વાપસી થઇ શકે છે.
અલકા લાંબાએ ટ્વિટ કરી કહ્યુ કે, આપને અલવિદા કહી પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મારા માટે છેલ્લા વર્ષની સફરમાં ઘણુ બધુ શીખવા મળ્યું. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી. તમારા પ્રવક્તાઓએ મને તમારી ઇચ્છા અનુસાર અને અહંકાર સાથે કહ્યુ હતું કે, પાર્ટી ટ્વિટર પર પણ મારુ રાજીનામા સ્વીકાર કરશે. એટલા માટે કૃપા. આમ આદમી પાર્ટી જે હવે ખાસ આમ આદમી પાર્ટી બની ગઇ છે. તેની પ્રાથમિક સભ્યથી મારુ રાજીનામું સ્વીકાર કરો.
નોંધનીય છે કે અલકા લાંબા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર્યશૈલીથી નારાજ ચાલી રહ્યા હતા. તેમણે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટીમાં મનમાની કરી રહ્યા છે અને તેમના કારણે પાર્ટીના કાર્યક્રમોમાં તેમને સ્થાન આપવામાં આવતું નથી. કેજરીવાલના કારણે તેમના વિસ્તારના વિકાસ કાર્યોમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં દિલ્હીમા આગામી વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement