ABP Shikhar Sammelan: અખિલેશ યાદવ રામ મંદિર ક્યારે જશે? એબીપી ન્યૂઝના શિખર સંમેલનમાં શું આપ્યો જવાબ?
આ વખતે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં સપા માત્ર 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે
ABP Shikhar Sammelan: ABP ન્યૂઝના શિખર સંમેલનમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને રામ મંદિરની મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે ભગવાન બોલાવશે ત્યારે જઈશું. તેમણે કહ્યું કે ભગવાન રામ સર્વત્ર છે. ભગવાન સર્વત્ર છે.
અખિલેશ યાદવને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સપા અયોધ્યાના ખૂબ વખાણ કરે છે, પરંતુ ભાજપના નેતાઓ પૂછી રહ્યા છે કે સપા સુપ્રીમો રામ મંદિરના દર્શન કરવા ક્યારે જશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે ભગવાન આપણને બોલાવશે ત્યારે અમે દોડીને જઇશું.
'અમે વ્યૂહરચના મુજબ કામ કરી રહ્યા છીએ'
આ વખતે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં સપા માત્ર 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો અખિલેશ યાદવે કહ્યું, " વાત સીટની નથી, જીતની છે. અમે હજુ પણ જૂની રણનીતિ પર કામ કરી રહ્યા છીએ. અમારા પ્રયાસો જીત મેળવવા માટે છે. આ અંગે કોંગ્રેસ સાથે વાત કરવામાં આવી છે."
કોંગ્રેસના કાર્યકરો સપાને સમર્થન કરશે કે કેમ તેવા પ્રશ્ન પર અખિલેશ યાદવે કહ્યું કે કોંગ્રેસના તમામ કાર્યકરો સપાને સમર્થન કરશે. ઉમેદવારોની યાદી કોંગ્રેસને મોકલી દેવામાં આવી છે.
યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણામાં કહ્યું હતું કે કટેંગે તો બટેંગે. આ નારો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપ લગાવી રહી છે. આ સ્લોગન અંગે તેમણે કહ્યું કે આ સ્લોગન એક લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ લેબમાં તેમણે આ માટે યોગ્ય નેતાની પસંદગી કરી હતી અને હવે તે તમામ જગ્યાએ આ નારો લગાવી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે આ લોકો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે. પરંતુ તાજેતરમાં લખનઉમાં એક યુવકનું કસ્ટડીમાં મોત થયું હતું. બહરાઈચમાં રમખાણો થયા હતા. સરકાર પાસે આ તમામનો જવાબ નથી.
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, ઉમેદવારે નામ પરત ખેંચ્યું, CM શિંદેને આપ્યું સમર્થન