શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, ઉમેદવારે નામ પરત ખેંચ્યું, CM શિંદેને આપ્યું સમર્થન 

મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં નામ પાછું ખેંચ્યા બાદ સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટોઝટકો છે.

સંભાજીનગર સેન્ટ્રલના કિશનચંદ તનવાનીએ પણ પોતાનું નામ પાછું ખેંચી લેતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVA મોટા માર્જિનથી હારી જશે.

છેલ્લી ઘડીએ કિશનચંદ તનવાનીએ પોતાનું નામ પાછું ખેંચ્યું 

કિશનચંદ તનવાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામ પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે જ્યારે ઉમેદવારી પત્ર ભરવામાં માત્ર એક દિવસ બાકી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબરે પૂરી થાય છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે ? કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

સંભાજીનગર શિવસેનાનો ગઢ છે

છત્રપતિ સંભાજીનગર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગની જગ્યાઓ પર શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વચ્ચે ટક્કર થશે. શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્ય પ્રદીપ જયસ્વાલને ફરીથી શહેરના મધ્ય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  ઉદ્ધવ ઠાકરે જૂથે કિશનચંદ તનવાનીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

તનવાનીએ ગઈ કાલે ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી રદ કરી હતી કારણ કે બજારમાં ભીડને કારણે નાગરિકોને અસુવિધા થશે. આ પછી, તેમણે સોમવારે (28 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સમાં અચાનક ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

કિશનચંદ તનવાનીએ પોતાનું નામ કેમ પાછું ખેંચ્યું ?

પ્રદીપ જયસ્વાલ અને કિશનચંદ તનવાણી બંને કટ્ટર શિવસૈનિક હોવાનું કહેવાય છે. બંને વચ્ચે મિત્રતા પણ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને એકબીજા સામે લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન મતોની વહેંચણીને કારણે  AIMIM ના ઇમ્તિયાઝ જલીલ વિજયી બન્યા. આ વખતે પણ પ્રદીપ જયસ્વાલ  AIMIM ના નાસિર સિદ્દીકી મેદાનમાં છે.  કિશનચંદ તનવાનીએ હટી જવાનો નિર્ણય કર્યો.

તનવાનીના નિર્ણય પાછળ જૂથવાદ હોવાનું કહેવાય છે. જો કે તનવાનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આજે પણ ઘણી પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.  

NCP-શરદ પવાર જૂથે 9 ઉમેદવાર કર્યા જાહેર, સ્વરા ભાસ્કરના પતિને આપી ટિકિટ

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget