શોધખોળ કરો
Advertisement
જૂન મહિનામાં દુનિયાનો નાશ થઈ જશે એવી ક્યા કેલેન્ડરમાં કરાઈ હતી આગાહી? જાણો વિગત
આ વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી, વળી ઉલ્કાપિંડ પણ પડ્યા. એક પછી એક દૂર્ઘટનાઓની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ અને સુનામી સામે આવી રહી છે. માયા કેલેન્ડરમાં દુનિયાનો નાશ થવાની ઘટનાઓ વર્ણવવામાં આવી છે
નવી દિલ્હીઃ દુનિયા કોરોના વાયરસના કારણે પહેલા જ તબાહી સર્જાઇ ચૂકી છે. વર્ષ 2020ને બધા મનહૂસ ગણાવી રહ્યાં છે. આ વર્ષામં એક પછી એક એવી ઘટનાઓ ઘટી રહી છે કે હવે લોકો આ વર્ષને ખતકનાર અને અપશુકનિયાળ ગણાવી રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી, વળી ઉલ્કાપિંડ પણ પડ્યા. એક પછી એક દૂર્ઘટનાઓની વચ્ચે હવે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ અને સુનામી સામે આવી રહી છે. માયા કેલેન્ડરમાં દુનિયાનો નાશ થવાની ઘટનાઓ વર્ણવવામાં આવી છે.
માયા કેલેન્ડર અનુસાર, કહેવાઇ રહ્યું છે કે જૂન મહિનામાં આખી દુનિયાનો નાશ થઇ જશે, ખાસ કરીને આ વાત 21 જૂનને ટાંકીને કહેવામાં આવી હતી. એટલે કે તારીખ પછી દુનિયા સમાપ્ત થઇ જશે. જોકે, વૈજ્ઞાનિકો આને ખોટી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવુ છે કે દુનિયા ખતમ નહીં થાય. સૂર્યગ્રહણને ટાંકીને કહેવાયુ હતુ કે આ ખુબ નુકશાનકારક સાબિત થઇ શકે છે.
શું છે માયા કેલેન્ડર?
ખરેખરમાં, આ થિયરી પ્રાચીન માયા કેલેન્ડર પર આધારિત છે, આ કેલેન્ડરનો ઉપયોગ ખુબ પહેલા કરવામાં આવતો હતો, આજકાલ જે કેલેન્ડર પ્રચલિત છે, તે ગ્રેગોરિયન કેલેન્ડર છે. વર્ષ 1952માં ગ્રેગોરિયન કેલેન્ડરના અસ્તિત્વમાં આવવા પહેલા પહેલા કેટલાય પ્રકારના કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. ત્યારે સૌથી લોકપ્રિય કેલેન્ડર માયા કેલેન્ડર હતુ.
વિશેષણો અનુસાર, ગ્રેગોરિયન કેલેન્ડરને પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવા માટે લાગનારા સમયને બેસ્ટ રીતે દર્શાવવા માટે રજૂ કરવામાં આવ્યુ હતુ.
શું છે થિયરી?
કેટલાક લોકોનુ માનવુ છે કે ગ્રેગોરિયન કેલેન્ડર જ્યારે બન્યુ ત્યારે તે વર્ષના 11 દિવસો પુરા થઇ ચૂક્યા હતા. જે જૂલિયન કેલેન્ડર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. સમયની સાથે ખોવાયેલા આ દિવસોમાં વધારો થતો ગયો અને હવે આપણને વાસ્તવમાં વર્ષ 2012માં હોવુ જોઇએ, ના કે 2020માં.
આ વિષય પર વૈજ્ઞાનિક પાઉલો ટાગાલોગયૂને એક ટ્વીટ કર્યુ હતુ, જે બાદ તેને ડિલીટ કરી દીધુ હતુ, આમાં તેમને કહ્યું હતું કે જૂલિયન કેલેન્ડર અનુસાર આપણે ટેકનિકલી 2012માં છીએ. ગ્રેગોરિયન કેલેન્ડરમાં ફેરફારના કારણે એક વર્ષમાં ખોવાઇ જનારા દિવસોની સંખ્યા 11 દિવસ છે. 268 વર્ષોમાં ગ્રેગોરિયન કેલેન્ડર અંતર્ગત (1752-2020)ના 11 દિવસ = 2,948 દિવસ. 2948 દિવસ/ 365 દિવસ (પ્રતિ વર્ષ) = 8 વર્ષ.’
આ સિદ્ધાંતમાં કહેવામાં આવ્યુ છે કે 21 જૂન 2020 વાસ્તવમાં 21 ડિસેમ્બર 2012 હશે, અને 2012માં દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જે હવે સાચી સાબિત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion