શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં સરકાર ન બનતા ભડકી આ એક્ટ્રેસ, ગણાવ્યું નાટક

મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી.

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કોઈ પણ પક્ષની સરકાર ન બનતા રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. તેને લઇને બૉલિવૂડ એક્ટ્રેસ શ્રેયા નારાયણે પીએમ મોદી, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી છે. એક્ટ્રેસે ટ્વિટ કરી મહારાષ્ટ્રની રાજનીતિને એક નાટક ગણાવ્યું છે અને મોદી, અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેને નાટકનો ભાગ ગણાવ્યા છે. તેણે કહ્યું મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન એક રાજકીય નાટક છે અને તેને એવૉર્ડ મળવો જોઈએ. શ્રેયાએ અન્ય એક ટ્વિટમા અંગ્રેજીમાં કહેવત લખીને સરકારની મજાક ઉડાવી છે. મહારાષ્ટ્રમાં સરકારને લઇ બે દિવસમાં થશે ફેંસલો, ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી શ્રેયાએ લખ્યું કે, ‘બાળકોની વાર્તામાં જ્યારે બે બિલાડીઓ એક કેક માટે લડે છે ત્યારે તે લડાતી જ રહી જાય છે અને વાંદરો આખી કેક ખાય જાય છે. એવું જ કંઈક હાલમાં થઈ રહ્યું છે. જેમાં તમામ વાંદરાઓ ખુશીથી નાચી રહ્યાં છે.’ એક્ટ્રેસે આ ટ્વિટ સાથે ઉદ્ધવ ઠાકરે, પીએમ મોદી અને અમિત શાહને ટેગ કર્યા હતા. ‘અમને ખરાબ જ રહેવા દો, સારા હતા ત્યારે કયા મેડલ મળી ગ્યા’, શિવસેનાનું બીજેપી પર નિશાન ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget