શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં સરકારને લઇ બે દિવસમાં થશે ફેંસલો, ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે. એક ડિસેમ્બર પહેલા સરકાર બનાવવાની તમામ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં બે દિવસની અંદર સરકારને લઇ ફેંસલો થઈ જશે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તેમ સંજય રાઉતે કહ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હોય તેવી જનતાની ઈચ્છા છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે.
એક ડિસેમ્બર પહેલા સરકાર બનાવવાની તમામ પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે. રાજ્યની આગામી સરકાર માત્ર ને માત્ર શિવસેનાના નેતૃત્વમાં જ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, એનસીપીની શિવસેના સાથે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પર સહમતિ બની શકે છે. સહમતિ બન્યા બાદ શરૂઆતના અઢી વર્ષ શિવસેના અને પછીના અઢી વર્ષ એનસીપીના મુખ્યમંત્રી હશે.
સરકાર બનાવવા મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ બાલાસાહેબ થોરાટે કહ્યું કે, પાંચ વર્ષ માટે સરકાર ચલાવવાની હોવાથી અમારે હજુ અનેક મુદ્દા પર વાતચીત થવાની બાકી છે. સતત ચર્ચા થઈ રહી છે. આજે જ અમે મુંબઈ માટે રવાના થઈશું.
મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.
અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બેના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન
બિગ બોસની સ્પર્ધક પર ફિદા થયો આ બોલીવુડ એક્ટર, કહ્યું- લગ્ન કરવા પણ તૈયાર છું
આજે ફરી મળશે NCP-કોંગ્રેસના નેતા, આવતીકાલે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion