શોધખોળ કરો

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને ખુલ્લું મૂક્યું 

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે ખુલ્લી મૂકીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ  પ્રાપ્ત કરી છે.

કાનપૂર : સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના  ઉત્પાાદક  અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે ખુલ્લી મૂકીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ  પ્રાપ્ત કરી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં તેના આ પ્રકારની અદ્યતન સુવિધાઓ પ્રથમ છે જે ભારત રાષ્ટ્રની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકીની દીશામાં પ્રગતિને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.  

દક્ષિણ એશિયાની આ સૌથી મહાકાય સવલતો  ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આર્મી સ્ટાફના વડા, જનરલ મનોજ પાંડે AVSM VSM SM ADC, સેન્ટ્રલ કમાન્ડના GOC-in-C, લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ PVSM AVSM દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે  SM VSM, માસ્ટર જનરલ ઑફ સસ્ટેનન્સ, લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલા UYSM YSM SM VSM તેમજ કેન્દ્રના રક્ષા મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ મહાનુભાવોની હાજર રહ્યા હતા. આ મહાનુભાવોએ રાજ્ય અને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરવા અને વિભિન્ન ક્ષમતાઓનું સર્જન કરવામાં માટે અદાણી ડિફેન્સના પ્રયાસો અને  યોગદાનની પ્રશંસા કરી હતી.

જોગાનુજોગ આ સુવિધાઓનું અનાવરણ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકનું ઐતિહાસિક ઓપરેશન ‘ઓપરેશન બંદર’ની આજે પાંચમી તિથીએ થયું હતું, આ ઓપરેશન બાહ્ય જોખમોનો સામનો કરવામાં ભારતની વ્યૂહાત્મક દૃઢતા અને તાકાતની સાક્ષી તરીકે યાદગાર બની રહ્યું હતું.  

કાનપુરમાં ૫00 એકર જમીનમાં પથરાયેલી આ સુવિધા સૌથી મોટા સંકલિત શસ્ત્ર સરંજામ ઉત્પાદન સંકુલોમાંનું એક બની રહેવાની તૈયારીમાં છે. અહીં ભારતના સશસ્ત્ર દળો,અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટી ક્ષમતાના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરશે. આ સુવિધા અંતર્ગત ભારતની વાર્ષિક જરૂરિયાતના ૨૫% અંદાજિત ૧૫૦ મિલિયન રાઉન્ડથી શરૂ કરીને નાની યોગ્યતાના દારૂગોળાનું  ઉત્પાદન શરૂ કરાયું છે.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવતા જણાવ્યું હતું કે  ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક પાવર હાઉસમાં આ સુવિધા પરિવર્તન લાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'આત્મનિર્ભર ભારત'ની પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ઉત્તર પ્રદેશના ડિફેન્સ કોરીડોરમાં અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે વિશાળ પાયે  મૂડી રોકાણ કર્યું છે જે વિકસી રહેલી વાયબ્રન્ટ ડિફેન્સ ઇકોસિસ્ટમમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે. જમીનની ફાળવણીના દોઢ જ વર્ષમાં કામગીરીની શરૂઆત નિહાળવી પ્રોત્સાહક છે.જ્યારે આ સુવિધાઓમાંથી ઉત્પાદિત શસ્ત્ર સરંજામ અને મિસાઇલો રાષ્ટ્રને સુરક્ષા પ્રદાન કરવામાં મદદરુપ થશે.તે એક ગર્વની પળ હશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  

મિસાઇલ અને શસ્ત્ર સરંજામ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, “તાજેતરની ભૌગોલિક રાજકીય ઘટનાઓએ લાંબા સમયના સંઘર્ષ માટે સજ્જતા કેળવવાની તૈયારીમાં આંતરિક સ્ત્રોતોમાંથી વિશ્વસનીય શસ્ત્ર સરંજામના પુરવઠાની જરૂરિયાત પર ફરીથી ભાર મૂક્યો છે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ગંભીર ટેકનોલોજીને સ્વદેશી બનાવવા માટે કરેલા મબલખ રોકાણ અને દર્શાવેલી તત્પરતાએ  લશ્કરી પુરવઠા માટે ભારતીય ખાનગી ઉદ્યોગ ઉપર આધાર રાખવા માટે ઉપભોક્તાઓમાં વિશ્વાસનું નિર્માણ કર્યું છે.તેમણે કહયું હતું કે આ સંકૂલ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિભર્ર બનવાની રાષ્ટ્રની સફરમાં એક મહત્વનું સીમાચિહ્ન છે.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ અદાણી સમૂહની મુખ્ય ડિફેન્સ કંપની છે. તેણે  સમગ્ર માનવરહીત ક્ષેત્ર એવા કાઉન્ટર ડ્રોન્સ, ઇન્ટેલિજન્સ, દેખભાળ અને જાસૂસી ટેકનોલોજીસ તથા સાયબર સંરક્ષણમાં વિકાસ કરવા અને અજોડ ક્ષમતાઓ ઓફર કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રીત કર્યું છે.
 
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સી.ઇ.ઓ. આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના આ સંકૂલોની સ્થાપના આત્મનિર્ભરતા તરફની અમારી શોધની દીશામાં પ્રથમ સોપાનનું પ્રતિનિધિત્વ કરે છે. રુ. ૩ હજાર કરોડના સુઆયોજિત રોકાણ સાથે સંરક્ષણ ક્ષેત્ર ઉપર તેનો પ્રભાવ ક્લપના બહાર વિસ્તરશે. તેમણે કહ્યું હતું કે આ સંકૂલ ૪,000 નોકરીઓનું સર્જન કરશે, જેની MSME અને સ્થાનિક ઇકોસિસ્ટમ પર પાંચ ગણી ગુણાંક અસર થશે અને તેનો આડકતરી રીતે લાભ થશે. અમારા પ્રયાસો સર્વસમાવેશક અને ટકાઉ હોય તેમજ આવનારી પેઢીઓ માટે પર્યાવરણની જાળવણી સાથે વૃદ્ધિને પ્રોત્સાહન આપે એ સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ એમ આશિષે ઉમેર્યું હતું.  

અદાણી સમૂહ દ્વારા ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન કરવામાં આવેલી ઘોષણાના બે વર્ષથી ઓછા ગાળામાં આ શસ્ત્ર સરંજામ કોમ્પ્લેક્સે કામગીરી આરંભી હતી. એક ઉદ્યોગ 4.0 સુવિધામાં અત્યાધુનિક ઓટોમેશન છે જે ગુણવત્તા, સલામતી અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને વિશ્વસનીયતામાં ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરે છે. વધુમાં, આ સંકૂલ PESO પ્રમાણિત હોવાથી તે મિસાઇલો અને ચોકસાઇ-માર્ગદર્શિત શસ્ત્રો માટે વિસ્ફોટક હેન્ડલિંગ સુવિધાઓ પણ ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Embed widget