શોધખોળ કરો
Advertisement
કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના મોટા સમાચાર, જાણો ભારતમાં ક્યારથી મળશે રસી ? સૌથી પહેલાં કોને અપાશે ? માત્ર 1000 રૂપિયામાં બે ડોઝ
ભારતમાં દરેક વ્યક્તિને રસી આપવામાં બે અથવા ત્રણ વર્ષનો સમય લાગશે.
નવી દિલ્હીઃ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ ગુરુવારે કહ્યું કે, સ્વાસ્થ્ય કર્મચારી અને વૃદ્ધો માટે ઓક્સફોર્ડ કોરોનાની રસી આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી અને સામાન્ય લોકો માટે એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
તેની સાથે જ તેમણે કહ્યું કે, લોકો માટે જરૂરી બે ડોઝની કિંમત વધુમાં વધુ એક હજાર રૂપિયા હશે પરંતુ આ ટ્રાયલના અંતિમ પરિણામ અને નિયામક મંજૂરી પર આધાર રાખે છે.
પૂનાવાલાએ હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ 2020માં કહ્યું કે, 2024 સુધીમાં લગભગ દરેક નાગરીકને રસી આપી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે, ‘ભારતમાં દરેક વ્યક્તિને રસી આપવામાં બે અથવા ત્રણ વર્ષનો સમય લાગશે, આ માત્ર સપ્લાઈની ઘટને કારણે જ નહીં પરંતુ એટલા માટે કારણ કે તમારું બજેટ, રસી, સામાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત છે અને બાદમાં રસી લગાવવા માટે લોકો તૈયાર હોવા જોઈએ અને આ જ કારણ છે કે સમગ્ર જનસંખઅયાના 80-90 ટકા લોકોનું રસીકરણ થવું જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement