શોધખોળ કરો

ભારતમાં ઘુસ્યા અફઘાન આતંકી! ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ, સેનાના કેમ્પ નિશાના ઉપર

અફઘાનિસ્તાન(Afghanistan)માં  તાલિબાને(Taliban) સત્તા પર કબજો કર્યા બાદ હવે અફઘાન આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવાના સમાચાર છે.

અફઘાનિસ્તાન(Afghanistan)માં  તાલિબાને(Taliban) સત્તા પર કબજો કર્યા બાદ હવે અફઘાન આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવાના સમાચાર છે. ગુપ્તચર એજન્સીઓએ જેને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓના મતે ભારતમાં મોટા હુમલા માટે અફઘાન આતંકવાદીઓ દ્વારા કાવતરું રચાય તેવી શક્યતા છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓનું લક્ષ્ય મોટા સેનાના  કેમ્પ અથવા મોટી સરકારી સંસ્થાઓ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ આતંકીઓને પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં મદદ કરવામાં આવી છે. માહિતી અનુસાર અફઘાન આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ કર્યા બાદ પરત ફરતા પાકિસ્તાનીઓની ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. 
 
આ એન્કાઉન્ટરમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાન આતંકીઓ પાસે ઘાતક હથિયારો છે. આ સાથે જમ્મુ -કાશ્મીરમાં હાજર તમામ આતંકવાદીઓ આ અફઘાન આતંકવાદીઓને ટેકો પૂરો પાડવાના સમાચાર પણ છે. ગુપ્તચર અહેવાલ મુજબ ઉરી સેક્ટરની અંગુર પોસ્ટ પર જાળી કાપીને પાકિસ્તાન તરફથી અફઘાન આતંકવાદીઓ ઘુસી આવ્યા છે.

 
સેના આ આતંકીઓની શોધમાં લાગેલી છે. નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ બાદ સેનાનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. ઉરી સેક્ટરમાં સર્ચ ઓપરેશન શરૂ થયાને 5 દિવસ થઈ ગયા છે. જોકે અહીં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સરહદી નગરમાં તમામ ટેલિકમ્યુનિકેશન સુવિધાઓ સાવચેતી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.

 
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.  પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર વાડ નજીક દુશ્મન સાથે પ્રારંભિક મુકાબલામાં એક સૈનિક ઘાયલ થયો હતો. જેથી આતંકીઓની તલાશી કરવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી ઘૂસણખોરો અંતરિયાળ પ્રદેશમાં પ્રવેશ ન કરી શકે. જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, તે વિસ્તાર ગોહલાન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી આતંકવાદીઓએ સપ્ટેમ્બર 2016માં ઉરી બ્રિગેડ પર હુમલો કર્યો હતો.


માહિતી અનુસાર તેઓ અફઘાન આતંકવાદી છે અને સરળતાથી ભારતીય લોકો સાથે ભળી શકતા નથી. આ સ્થિતિમાં સુરક્ષા દળો તેમની શોધમાં લાગેલા છે. શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લોકોની શંકા વિના પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget