ખાનગી ટ્રાન્સપોર્ટ એસોસિએશને બેંગ્લોર બંધનું એલાન પાછું ખેંચ્યું, જાણો કોણે કરી મધ્યસ્થી
ઓટો યુનિયનોએ કર્ણાટકમાં બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.
Karnataka News: કર્ણાટક સરકારે તેમના વચનો પૂરા કરવાની ખાતરી આપ્યા બાદ ફેડરેશન ઑફ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને 'બેંગ્લોર બંધ' પાછું ખેંચ્યું છે. સવારથી, સમગ્ર IT રાજધાનીમાં કેબ, ટેક્સી અને અન્ય ખાનગી બસોનું સંચાલન બંધ થતાં ખાનગી પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કર્ણાટરના રાજ્યપાલે દરમિયાનગીરી બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે.
યુનિયનોની શું હતી મુખ્ય માંગ
યુનિયનોની મુખ્ય માંગ એ છે કે સરકારની શક્તિ યોજનાને રાજ્યના ખાનગી પરિવહન એકમો સુધી પણ વિસ્તારવામાં આવે કારણ કે તેઓને મહિલાઓ માટે મફત પરિવહન યોજનાથી ભારે ફટકો પડે છે. સરકારે પહેલેથી જ કહ્યું છે કે શક્તિ યોજનાને ખાનગી બસો સુધી લંબાવવી વ્યવહારીક રીતે શક્ય નથી.
ઓટો યુનિયનોએ કર્ણાટકમાં બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે, જેનાથી તેમની આજીવિકા પર અસર પડી રહી છે. સરકારે કહ્યું કે તેણે તેમની બાઇક ટેક્સી પર પ્રતિબંધની માંગ પર કાનૂની અભિપ્રાય લેવો જોઈએ. ડ્રાઈવરો માટે કલ્યાણ બોર્ડ, ઓટો ડ્રાઈવરો માટે ઈન્સ્યોરન્સ અને કોમર્શિયલ માલસામાન વાહનો પર લાઈફ ટાઈમ ટેક્સ જેવી અન્ય માંગણીઓ છે. અગાઉની બેઠકોમાં યુનિયનો દ્વારા પરિવહન વિભાગને કુલ 30 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
અગાઉ, ટ્રાન્સપોર્ટ યુનિયનોએ 24 જુલાઈના રોજ રાજ્યના પરિવહન પ્રધાન રામલિંગા રેડ્ડી સાથે ચર્ચા કરી હતી, જે બાદ 27 જુલાઈએ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. જો કે, રેડ્ડીએ ત્યારે કહ્યું હતું કે તેઓ તેને મુખ્યપ્રધાનના ધ્યાન પર લઈ જશે અને તેમની સાથે મુદ્દાઓ પર ચર્ચા કરશે. સરકાર તરફથી જવાબ ન સાંભળ્યા બાદ, એસોસિએશનોએ 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો. મંત્રી રામલિંગા રેડ્ડીએ માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યા પછી, સોમવારે બપોરે બંધ પરત ખેંચવામાં આવ્યું.