રાજા રઘુવંશીના મોત બાદ પરિવાર એ જગ્યાએ પહોંચ્યો જ્યાં થઇ હતી પુત્રની હત્યા, શિલાંગ પહોંચી કર્યું આ કામ
રાજા રઘુવંશી કેસમાં 3 સહ આરોપીને જામીન મળતા મૃતકનો પરિવાર ખૂબ રોષમાં છે. પરિવાર તેમની જામીનને પડકાવાની તૈયારી કરી રહ્યો છે. આ પહેલા તેઓ પુત્રના મૃત્યના સ્થાન શિલાંગ પહોચ્યો હતો.

બે મહિના પહેલા 23 મેના રોજ મેઘાલયની રાજધાની શિલોંગમાં તેમના હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. રાજાની પત્ની સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને તેના સાથીઓની મદદથી તેમની હત્યા કરી હતી.
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રહેવાસી રાજા રઘુવંશીની હત્યા થયાને બે મહિના થઈ ગયા છે. હનીમૂન દરમિયાન પત્ની સોનમ રઘુવંશીના કાવતરામાં ફસાયેલા રાજા રઘુવંશીનો પરિવાર તેમના પુત્રના મૃત્યુ પછી દરેક જરૂરી પગલાં લઈ રહ્યો છે, જેથી તેમના આત્માને શાંતિ મળે. આ પ્રયાસમાં, ગુરુવારે રાજાનો પરિવાર મેઘાલયની રાજધાની શિલોંગમાં તે સ્થળે પહોંચ્યો, જ્યાં તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. રાજાના પરિવારે ઘટનાસ્થળે પૂજા વિધિ કરી હતી. પરિવારના સૂત્રો કહે છે કે, આ વિધિ રાજાની આત્માને શાંતિ મળે તે માટે કરવામાં આવી છે. રાજાના પરિવારે હનીમૂન હત્યા કેસમાં ત્રણ સહ-આરોપીઓના જામીનને પડકારવાનો પણ નિર્ણય લીધો છે.
રાજા રઘુવંશીના ભાઈ અને પરિવારના કેટલાક અન્ય સભ્યો મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સમાં સૈડોંગ ધોધ પાસેના નિર્જન પાર્કિંગ વિસ્તારમાં પહોંચ્યા હતો, જ્યાં સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ અને તેના સાથીઓની મદદથી તેના પતિની હત્યા કરી હતી. વિપિને શિલોંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે, પરિવાર એ જ સોહરા વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં હત્યારાઓએ તેમની હત્યા કરી હતી. વિપિન રઘુવંશી મંગળવારે પૂજારી અને જ્યોતિષ વિનોદ પરિયાલ સાથે શિલોંગ પહોંચ્યા હતા. ત્યાં પૂજારીએ કેટલીક ખાસ વિધિઓ કરી હતી જેથી રાજાના આત્માને શાંતિ મળે.
પુજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, પરિવારને આશા છે કે, ધાર્મિક વિધિઓથી રાજાની આત્માને શાંતિ મળશે અને તેને ન્યાય મળશે. રાજાના પરિવારે શિલોંગમાં વકીલનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે, જેથી રાજા રઘુવંશી કેસમાં પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સ સહિત ત્રણ આરોપીઓના જામીનને પડકારી શકાય. જેમ્સ, ફ્લેટ માલિક લોકેન્દ્ર તોમર અને સુરક્ષા ગાર્ડ બલવીર પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પરિવારના સૂત્રો કહે છે કે, રાજાનો પરિવાર સોનમનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે, જેથી રાજાની હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય. સૂત્રો એમ પણ કહે છે કે સોનમનો મોટો ભાઈ ગોવિંદ પણ શિલોંગ અને ગુવાહાટીમાં મોટા વકીલોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી તેની બહેનને જામીન મળી શકે. જોકે, સોનમના પરિવારે હજુ સુધી આવું કંઈ કહ્યું નથી.





















