Agnipath Scheme: વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારનો નિર્ણય, આ વર્ષની ભરતી માટે વયમર્યાદામાં કર્યો વધારો
સેનામાં ભરતી માટે લાગુ કરાયેલ નવી અગ્નિપથ યોજના અંગે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે.
Agnipath Scheme Entry Age: સેનામાં ભરતી માટે લાગુ કરાયેલ નવી અગ્નિપથ યોજના અંગે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે આ યોજના હેઠળ આ વર્ષની ભરતી માટેની મહત્તમ વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી દીધી છે. મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે તમામ નવી ભરતી માટે વય મર્યાદા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Government grants one-time waiver in the upper age limit for Agnipath scheme by extending it to 23 years from 21 years. The decision has been taken as no recruitment had taken place in the last two years: Defence Ministry
— ANI (@ANI) June 16, 2022
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયા માટે વય મર્યાદામાં એક વખતની છૂટછાટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ 2022ની ભરતી પ્રક્રિયા માટે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.
ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન
બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓ 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બિહારમાં ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ કેટલીક ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. પલવલમાં પણ પ્રદર્શન હિંસક કર્યું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો. વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. પોલીસે એક ડઝન જેટલા લોકોની અટકાયત કરી છે.
રસ્તા પર ખોટી રીતે ઉભી રાખેલી ગાડીનો ફોટો મોકલનારને મળશે રુ. 500નું ઈનામઃ નિતિન ગડકરી
RAJKOT : ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ધરપકડ
કામની ટિપ્સઃ વૉટ્સએપ પરથી ડિલીટ થયેલા મેસેજ પણ તમે આસાનીથી વાંચી શકો છો, ફોલો કરો આ સ્ટેપ્સ
Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો