શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AIMIM સાંસદે પીએમ મોદીના અયોધ્યા પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અમે પણ નમાજ પઢશું
સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા.
ઔરંગાબાદ: AIMIM સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે પ્રધાનમંત્રી મોદીના અયોધ્યા પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, દેશમાં કોરોનાના કારણે તમામ ધાર્મિક સ્થળ બંધ છે પરંતુ પીએમઓ કહી રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યા આવશે તો ત્યાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરશે. જો અમે નજીકની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે નમાજ પઢીએ તો ગેરકાનૂની છે.
સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. તે સુપ્રીમ કોર્ટના આદશે મુજબ થઈ રહ્યું છે. જોરે સરકારે તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે, શું તે માત્ર આમ આદમી માટે છે, પ્રધાનમંત્રી માટે નહીં ? સાંસદે કહ્યું કે, પીએમઓનું કહેવું છે કે અમે શિલાન્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીશું. નમાજ દરમિયાન અમે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરીશું.
તેણે કહ્યું, સમારોહમાં 200 જેટલા ખાસ લોકો આવવાના હોવાથી મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. જો આ કાર્યક્રમ માટે બે કલાકની મંજૂરી આપવામાં આવે છે તો સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાજ પઢવા કેમ મંજૂરી નથી અપાતી, જ્યાં ખૂબ ઓછો સમય લાગે છે. શું અયોધ્યા આવનારા લોકોની મહામારી સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ ગઈ છે કે આ દરમિયાન વાયરસ રજા પર જતો રહેશે.
પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે. શ્રીરામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું કે, શિલાન્યાસ સમારોહમાં 150 આમંત્રિતો સહિત 200થી વધારે લોકો સામેલ નહીં થાય. સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. પીએમ મોદી શિલાન્યાસ પહેલા રામલલાના દર્શન કરશે અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion