શોધખોળ કરો
Advertisement
ચીન સાથે તણાવ વચ્ચે લદ્દાખમાં એરફોર્સનું એમઆઈ-17 હેલિકોપ્ટર તૂટી પડ્યું ? જાણો શું છે હકીકત ?
સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને હેલિકોપ્ટર ક્રેશ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે એલએસી પર ચાલી રહેલ તણાવની વચ્ચે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે લદ્દાખમાં ભારતીય વાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દાવાની સાથે લોકો એક ક્રેશ થયેલ હેલીકોપ્ટરની તસવીર પણ શેર કરી રહ્યા છે.
પાકિસ્તાની પત્રકાર Mubasher Lucman સહિત અનેક પાકિસ્તાની ટ્વિટર યૂઝર્સે તસવીર શેર કરીને દાવો ક્રયો છે કે લદ્દાખમાં ભારતનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. જ્યારે Irmak Idoya નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ તસવીર આ જ દાવા સાથે શેર કરવામાં આવી છે.
જોકે આ મામલે ભારત સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીય વાયુસેનાનું કોઈપણ હેલીકોપ્ટર ક્રેશ થયું નથી. ભારક સરકાર તરફથી સૂચના અને પ્રસારણ મંત્રાલયના યૂનિટ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો કહ્યું કે, આ વાયરસલ મેસેજ ફેક છે. પીઆઈબી ફેક્ટ ચેકેએ ટ્વિટર હેન્ડલથી લખ્યું ખે, વાયરલ તસવીર 2018ની છે જે ઉત્તરાખંડમાં કેદારનાથ પાશે ક્રેશ થયેલ હેલીકોપ્ટરની છે. હાલમાં લદ્દાખમાં આવી કોઈ જ ઘટના ઘટી નથી.Claim:A viral tweet claims that an @IAF_MCC's MI-17 Helicopter has crashed in Ladakh.#PIBFactCheck:The claim is #Fake. The wreckage exhibited is of a helicopter crash that happened in 2018 near Kedarnath, Uttarakhand. No such incident has taken place recently anywhere in #Ladakh pic.twitter.com/ICXX8zO9ZO
— PIB Fact Check (@PIBFactCheck) September 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion