Ambati Rayudu: ધોનીના આ ખાસ ખેલાડીની થઈ રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટી કરી જોઈન
Ambati Rayudu: પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 37 વર્ષીય રાયડુ જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં સામેલ થઈ ગયA છે. નિવૃત્તિ લીધાના લગભગ એક મહિના પછી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગુરુવારે (28 ડિસેમ્બર) સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયો.
Ambati Rayudu: પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 37 વર્ષીય રાયડુ જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં સામેલ થઈ ગયA છે. નિવૃત્તિ લીધાના લગભગ એક મહિના પછી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગુરુવારે (28 ડિસેમ્બર) સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયો.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు.
— YSR Congress Party (@YSRCParty) December 28, 2023
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.#CMYSJagan#AndhraPradesh @RayuduAmbati pic.twitter.com/QJJk07geHL
પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુ હવે રાજકીય મેદાનમાં ઉતર્યા છે. તેઓ YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાયડુ મુખ્યમંત્રી જગન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. 37 વર્ષીય રાયડુએ IPL જીત્યા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી રાયડુ છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી IPLમાં રમ્યો હતો. હવે અંબાતી રાયડુએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીને મળ્યો હતો, જેઓ YSRCPના વડા છે. જગન ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ તેમને કઇ લોકસભાની ટિકિટ મળશે તે નક્કી થયું નથી.જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને મછલીપટ્ટનમથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જો કે પાર્ટી દ્વારા પછીથી નિર્ણય લેવામાં આવશે. અત્યારે તો એ નક્કી છે કે રાયડુ પાર્ટીમાં જોડાઈ ગયો છે.
તેઓ YSRCP ના પ્રમુખ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા. રાયડુ એવા સમયે પાર્ટીમાં જોડાયા જ્યારે તમામ પાર્ટીઓ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું પાર્ટી તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપશે? નોંધનીય છે કે રાયડુએ 29 મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની છેલ્લી ક્રિકેટ મેચ રમી હતી. રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે તેમના વતન ગુંટુર જિલ્લાના દરેક વિસ્તારની મુલાકાત લીધી અને સમસ્યાઓ સમજવા માટે લોકોને મળ્યા.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, તેણે બુધવારે (27 ડિસેમ્બર) મીડિયાને કહ્યું, "હું ટૂંક સમયમાં લોકોની સેવા કરવા માટે આંધ્ર પ્રદેશની રાજનીતિમાં પ્રવેશ કરીશ. રાજકારણમાં પ્રવેશતા પહેલા, મેં લોકોનો મત જાણવા અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો." અમે પરિસ્થિતિને સમજવા અને જિલ્લાના વિવિધ ભાગોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે."