શોધખોળ કરો

EDએ દાખલ કરી ચાર્જશીટ, કહ્યુ- દેશમુખના કહેવા પર વાજેએ બાર-રેસ્ટોરન્ટ માલિકો પાસેથી 4.70 કરોડ રૂપિયા વસૂલ્યા

ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે.

મુંબઇઃ ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ એક જનપ્રતિનિધિના રૂપમાં પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. ચાર્જશીટ અનુસાર 16 વર્ષના સસ્પેન્શન બાદ સચિન વાજેને ફરીથી નોકરી પર રાખવામાં દેશમુખે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

વાજેને ફક્ત આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હોવાના કારણે મુંબઇ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટનો વડો બનાવવામાં આવ્યો હતો. તેને અનેક સનસનીખેજ કેસની તપાસ સોંપવામાં આવી જેથી તે તેના મારફતે  ખંડણી વસૂલી શકે. ઇડીની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે દેશમુખ વિવિધ મામલાની બ્રિફિંગ આપવા અને આગળના નિર્દેશ આપવા નિયમિત રીતે વાજેને ફોન કરતા હતા.

ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે દેશમુખે સચિન વાજેને આખા મુંબઇમાંથી 1750 બાર અને રેસ્ટોરન્ટ પાસેથી પૈસા વસૂલવાના નિર્દેશ આપ્યા હતા.દેશમુખના નિર્દેસ બાદ વાજે બાર માલિકોને પરેશાન કરતો હતો અને કોરોના કાળમાં બાર માલિકોને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાનું દબાણ કરી રહ્યો હતો. વાજેએ ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ઓર્કેસ્ટ્રા બાર માલિકો પાસેથી 4.70 કરોડ  રૂપિયા વસૂલ્યા હતા.

દેશમુખના અંગત સચિવ કુંદન શિંદે ખૂબ જૂના અને વિશ્વાસુ વ્યક્તિ હતા. જેમણે દેશમુખ તરફથી સચિન વાજેને 4.70 કરોડ રોકડા એકઠા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વાજેએ ઇડીને આપેલા નિવેદનમાં સ્વીકાર કર્યો હતો કે તેમણે દેશમુખના  નિર્દેશ પર શિંદેને રોકડ રૂપિયા આપ્યા હતા.

તે સિવાય સૂર્યકાંત નામના આરોપીએ દેશમુખના અંગત સચિવના રૂપમાં કામ કરતો હતો. તેણે અનિલ દેશમુખના નિર્દેશ પર પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ, ઓર્કેસ્ટ્રા બાર પાસેથી વસૂલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચોઃ-

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક

અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........

Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget