શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ લખનઉમાં CAA-NRC વિરોધી પ્રદર્શન સ્થગિત, પાછા ફર્યા પ્રદર્શનકારીઓ
મહિલા પ્રદર્શનકારીઓએ પોલીસ કમિશનરને લેખિતમાં સૂચના આપી છે કે તે કોરોના વાયરસના કારણે તેઓ આ પ્રદર્શનને સ્થગિત કરી રહ્યા છે.
લખનઉઃ નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં લખનઉમાં ક્લોક ટાવર ખાતે છેલ્લા 66 દિવસોથી ચાલી રહેલું પ્રદર્શન અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મહિલા પ્રદર્શનકારીઓએ પોલીસ કમિશનરને લેખિતમાં સૂચના આપી છે કે તે કોરોના વાયરસના કારણે તેઓ આ પ્રદર્શનને સ્થગિત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, જ્યારે કોરોનાના સંબંધમાં સરકાર દ્ધારા કરવામાં આવેલા લોકડાઉનના આદેશનો સમયગાળો ખત્મ થઇ જશે ત્યારે તમામ મહિલાઓ ફરીથી આ જગ્યા પર પ્રદર્શન ચાલુ થશે. જોકે, ધરણા સ્થળ ખાલી કર્યા બાદ મહિલાઓએ સાંકેતિક પ્રદર્શન માટે સ્થળ પર પોતાના દુપટ્ટા છોડ્યા હતા. 17 જાન્યુઆરીથી સીએએ અને એનઆરસીના વિરોધમાં બેઠેલી મહિલાઓએ રવિવારે રાત્રે ત્રણ વાગ્યે ધરણા સ્થગિત કર્યા હતા. બાદમાં તમામને પોલીસની સુરક્ષામાં ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.
પ્રદર્શન સ્થગિત થયા બાદ મહિલાઓએ કહ્યું કે, જો અમારામાંથી કોઇને કોરોના જેવી બીમારી થઇ હોય તો અમારું પ્રદર્શન હંમેશા માટે બદનામ થઇ જાત. જેથી અમે દેશહિતમાં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી ધરણા પ્રદર્શન સ્થગિત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion