શોધખોળ કરો
Advertisement
ચંદ્રબાબૂ નાયડૂને મોટો ફટકો, TDPના 60 નેતા અને હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ
તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના આશરે 60 પ્રમુખ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. જેમાં રાજ્ય અને જિલ્લા સ્તરના ઘણા નેતાઓ સામેલ છે.
હૈદરાબાદ: ચંદ્રબાબૂ નાયડૂને આજે મોટો ફટકો લાગ્યો છે. તેમની તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના આશરે 60 પ્રમુખ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. જેમાં રાજ્ય અને જિલ્લા સ્તરના ઘણા નેતાઓ સામેલ છે. આ તમામ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા.
લંકા દિનકરે કહ્યું કે હજારોની સંખ્યાની જિલ્લા સ્તરના નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. આશરે 20 હજાર કાર્યકર્તાઓએ ટીડીપી છોડી ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તમામ નેતાઓ સામેલ થયા હતા. ટ્રીપલ તલાક અને કલમ 370 હટાવ્યા બાદ ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થવા માટે આગળ આવી રહ્યા છે,
આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ 31 ડિસેમ્બર 2019 સુધીમાં નક્કી કરી લેશે. સપ્ટેમ્બરમાં 8 લાખ બૂથ પર ચૂંટણી થશે, ઓક્ટોબરમાં મડળ ચૂંટણી થશે અને નવેમ્બરમાં જિલ્લા ચૂંટણી કરાવવામા આવશે, 15 ડિસેમ્બર સુધીમાં તમામ રાજ્યોમાં ચૂંટણી કરી લેવામાં આવશે અને 31 ડિસેમ્બર પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આ પહેલા જૂનમાં ટીડીપીના 6 રાજ્યસભા સાંસદોમાંથી ચાર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. ટીડીપીના રાજ્યસભા સાંસદ ટીબી વેંકટેશ, સીએમ રમેશ અને વાઈએસ ચૌધરીએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને મળીને પોતાનુ રાજીનામુ આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement