AAP Lucknow Rally: CM કેજરીવાલે કહ્યુ- 'SPએ કબ્રસ્તાન અને યોગીએ ફક્ત સ્મશાન બનાવ્યા, હું સ્કૂલ બનાવીશ'
ઉત્તરપ્રદેશના લખનઉમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે.
Arvind Kejriwal Lucknow Rally: ઉત્તરપ્રદેશના લખનઉમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું અગાઉની સરકારોમાં એક સરકારે કબ્રસ્તાન બનાવ્યા તો બીજાએ ફક્ત સ્મશાન બનાવ્યા છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે અમને તક આપો, અમે સ્કૂલ અને હોસ્પિટલ બનાવીશું.
કેજરીવાલે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં ફક્ત સ્મશાન ઘાટ બનાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને ત્યાં પહોંચાડ્યા છે. કોરોના દરમિયાન સૌથી ખરાબ વ્યવસ્થા ઉત્તર પ્રદેશમાં હતી.
इन पार्टियों ने उत्तर प्रदेश में सिर्फ कब्रिस्तान और श्मशान बनवाएं।
— AAP (@AamAadmiParty) January 2, 2022
एक मौका आम आदमी पार्टी को दो, आपके बच्चों के लिए अच्छे स्कूल और आपके परिवार के लिए अच्छे अस्पताल बनाऊंगा।
- श्री @ArvindKejriwal #LucknowMeinKejriwal pic.twitter.com/hoP3GkhoNp
કેજરીવાલે કહ્યું કે 75 વર્ષોમાં રાજકીય પક્ષોએ જાણીજોઇને સરકારી સ્કૂલો સારી કરી નથી. આપણને ગરીબ બનાવી રાખ્યા જેથી આપણે મત બેન્ક બની રહીએ. આ ચાલશે નહીં. હું યોગી આદિત્યનાથને આમંત્રિત કરું છું કે દિલ્હીમાં આવે અને સ્કૂલો જોઇ લે. યોગીજીના કાર્યકાળમાં આઠ-આઠ કલાક વિજળી આવતી નથી. આગામી વખતે 12 કલાક વિજળી કપાયેલી રહેશે. અમે દિલ્હીમાં મફતમાં વિજળી આપીએ છીએ.
Uttar Pradesh की माताओं-बहनों के लिये @ArvindKejriwal जी की बड़ी guarantee !!
— AAP (@AamAadmiParty) January 2, 2022
AAP की सरकार बनी तो 18 साल से अधिक उम्र की सभी महिलाओं को ₹ 1000 हर महीना देंगे।
- श्री @ArvindKejriwal #LucknowMeinKejriwal pic.twitter.com/TL5Rdi3hHB
કેજરીવાલે કહ્યું કે આપણી સરકાર આવી તો તમામ વ્યક્તિને અયોધ્યા કે અજમેરના મફતમાં દર્શન કરાવીશું. ભાજપ વાળા અયોધ્યા જઇને મને ગાળો આપી રહ્યા છે.