શોધખોળ કરો
Advertisement
ચીન સાથે ઘર્ષણ વધતાં લશ્કરના 80 હજાર જવાનોએ માંગી છે માંદગીની રજા ? જાણો મોદી સરકારે શું કહ્યું
જવાનોએ રજા માટે અરજી કરી છે તેવું ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં ફેક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં અનેક ફેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આવું જ એક ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ ટ્વીટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેનાના 80 હજાર જવાનોએ રજા માટે અરજી કરી છે. આવું 45 વર્ષમાં પ્રથમ વખત થયું છે. પરંતુ આ દાવાને ભારત સરકારની સંસ્થા પીઆઈબીએ ફગાવી દીધો છે.
સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, India China FaceOffની વચ્ચે ઇન્ડિયન આર્મીના 80,000થી વધારે જવાન સિક લીવ લેવા માટે અરજી કરી છે. મેસેજમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 45 વર્ષમાં પ્રથમ વખત આ રીતે એક સાથે જવાનોએ રજા માટે અરજી કરી છે.
પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલ મેસેજની તપાસ કરી અને જાણ્યું કે આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેમાં કોઈપણ સત્ય નથી. આ દાવો ફેક છે. પીઆઈબીની ટીમે કહ્યું, ભારત-ચીન ગતિરોધની વચ્ચે જવાનોએ રજા માટે કોઈ જ અરજી કરી નથી.Claim: A viral tweet is claiming that over 80,000 soldiers of #IndianArmy have applied for sick leaves, for the first time in 45 years, amid #IndiaChinaFaceOff. #PIBFactCheck: This claim is #Fake. @adgpi soldiers have not applied for sick leaves amid India-China standoff. pic.twitter.com/C9etNEis8y
— PIB Fact Check (@PIBFactCheck) September 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement